Gujarat

સાંતલપુરના આબિયાણા ગામમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી..

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

સાંતલપુરના આબિયાણા ગામમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી..

*ઘરમાં લગાવેલ ફ્રીજ, ટીવી, પંખો અને ઘરવખરીને ભારે નુકસાન, મકાન ધરાશાયી થતા પરિવાર બેઘર બનતા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો..*

પાટણ જિલ્લામાં સતત ત્રણ દિવસથી પવન સાથે વરસાદી માહોલ છવાયો છે.ત્યારે જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય તો માર્ગ બિસ્માર હાલતમાં બનતા વાહન વ્યવહાર ખોરવાતા હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.જોકે તંત્ર દ્વારા ઝડપી કાર્ય કરી રસ્તા પુંનઃ શરૂ કરવામાં આવતા વાહન વ્યવહાર ચાલુ થયા છે તો બીજી તરફ અનેક જગ્યાએ વૃક્ષો રસ્તાઓ પર પડી જતા વાહન વ્યવહાર ખોરવાતા તંત્ર દ્વારા વૃક્ષો કાપી રસ્તા પરના પડી ગયેલા વૃક્ષોને વન વિભાગ દ્વારા તાત્કાલિક દૂર કરતા તંત્રની કામગીરી ઝડપી બનતા લોકોએ તંત્રની કામગીરીને સરાહિ હતી.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ ખાતે મંગળવારે રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબકતા ગામનાં વિરપુર વિસ્તારમાં રહેતા ઠાકોર દેવાભાઈનું એકાએક મકાન કાટમાળ સાથે ધરાશાયી થયું હતું. જોક સદનસીબે પરિવારનો આબાદ બચાવ થયો હતો.પરંતુ ઘરમાં લગાવેલા વસ્તુઓ જેવા કે ફ્રીજ, ટીવી, પંખો અને ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. અને મકાન ધરાશાયી થતા પરિવાર બેઘર બનતા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અને તંત્ર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

IMG-20240829-WA0029.jpg