Gujarat

દુધરેજ મુકામે વિચરતી વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ.

દુધરેજ મુકામે વિચરતી વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ.

જિલ્લા સમાજ કલ્યાણ કચેરી (વિકસતી જાતિ) ની કચેરી સુરેન્દ્રનગર અને વિચરતા સમુદાય સમર્થન મંચ આયોજીત વિચરતી અને વિમુકત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ. જેમાં વિચરતી અને વિમુકત જાતિને મળતા લાભો માટેની યોજનાકીય માહિતી અપાઈ. જેમાં વિચરતી વિમુકત જાતિ વિકાસ નિગમની લોન, વિચરતી જાતિ આશ્રમશાળા, બેન્કેબલ યોજના,માનવ ગરિમા યોજના વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વિચરતી અને વિમુકત જાતિના ઇતિહાસની વાત વિચરતા સમુદાય સમર્થ મંચના હર્ષદભાઈ વ્યાસ અને તૃપ્તિબેન શુક્લે (ટીનીબેન) એ કરી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં વિચરતી અને વિમુકત જાતિઓના લોકો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા વિચારતા સમુદાય સમર્થન મંચના હર્ષદભાઈ કે વ્યાસે ભારે જેમ ઉઠાવી હતી.આભાર વિધિ શાળા નાં આચાર્ય જશવંતભાઈ વરમોરા એ કરી હતી.

IMG-20240831-WA0012-2.jpg IMG-20240831-WA0016-1.jpg IMG-20240831-WA0014-0.jpg