Gujarat

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ

વરસાદના હળવા વિરામ બાદ દાહોદ જિલ્લાના કેટલાક નુકશાન પામેલા રોડ રસ્તા અને કોઝવેનું સમારકામ કરી વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે

દાહોદ:- સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તક સ્ટેટ અને પંચાયતના કેટલાક રસ્તાઓને નુકશાન થયેલ હતું.વાહનવ્યવહાર પૂર્વવત કરવા દાહોદ માર્ગ-મકાન વિભાગ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જિલ્લામાં હાઇવે તથા ગ્રામ્ય રસ્તાઓને નુકશાન પહોંચ્યુ છે ત્યારે વરસાદી આફતથી થેરકા માછણ નદી આવેલ કોઝવે, સહિત દાહોદ જિલ્લામાં અન્ય નાના મોટા રોડ રસ્તાઓને નુકશાન પહોંચતા માર્ગ-મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સમારકામ હાથ ધરીને વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે. જેના માટે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ, ૨૪ કલાક કાર્યરત જિલ્લા ડિઝાસ્ટર ટીમ અને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે
oo રિપોર્ટર :-ઝેની શેખ

IMG-20240831-WA0022-1.jpg IMG-20240831-WA0021-2.jpg IMG-20240831-WA0023-0.jpg