વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર કરી રહ્યું છે સજજતા સાથે આરોગ્ય વિષયક કામગીરી
દાહોદ જીલ્લામાં વરસાદે વિરામ લેતા તમામ તાલુકામાં કલોરીનેશન અને સેનેટાઈઝેશનની કામગીરી કરાઈ
દાહોદ:-દાહોદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સજજતા સાથે આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી રહી છે.
દાહોદ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સેનેટાઈઝેશન અને ક્લોરીનેશનની કામગીરી શરૂ કરી છે દાહોદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના ગામોમાં આરોગ્ય સ્ટાફ દ્વારા પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા ગામના કૂવાને ટાંકામાં ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી આ ઉપરાંત મેલેરીયા ડેન્ગ્યુ ટાઈફોડ થી બચવા માટે ડાય ફ્લૂ બેન્ઝયુરેન ૨૫% થી સ્પ્રેયિંગ ની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ગામમાં ભરાયેલા ખાબોચિયામાં ઓઈલ ના દડા નાખવાની કામગીરી કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા ટાંકીના પાણીને સ્વચ્છ રાખવા અને સ્વચ્છતા જાળવવા ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યાં હતાં.
૦૦૦રિપોર્ટર :- ઝેની શેખ




