યાત્રાધામ અંબાજીમાં આવનાર 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહા મેળો યોજનાર છે. મોટી સંખ્યામાં દર્શનાાર્થીઓ માતાજીના દર્શનાર્થે આવવાના છે. હવે ભાદરવી પૂનમના મહા મેળામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોની સુવિધા ને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મહા મેળા ને ધ્યાને રાખીને વહીવટી તંત્ર કામે લાગ્યું છે.

ત્યારે માતાજીના દર્શને આવતા યાત્રિકો માટે અંબાજી માતા ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોડ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે યાત્રિકો માટે વિસામાં, ટોયલેટ, પીવાના પાણી, ભોજન વ્યવસ્થા પણ કરશે અંબાજીમાં 300 કરતાં વધુ કેમેરા પણ મેળા ની નીગરની માટે લગાવવામાં આવી રહ્યા છે 30 કરતા વધુ પાર્કિંગ પ્લોટ પણ બનાવવામાં આવશે જેથી તમામ સુખ સુવિધા યાત્રિકોને મળી રે તેના માટે તંત્ર ખડે પગે હાલથી જ તમામ તૈયારી પૂર્ણ કરવા લાગી ગયા છે. અને અંબાજી માતાના દર્શન કરવા લાખો પદયાત્રીકના આવે છે ત્યારે અંબાજી મંદિર દ્વારા અંબાજી થી 21 કિમિ સુધી આખા ભાદરવી પૂનમ માહામેળા નું 3 કરોડ રૂપિયાનું વીમા કવચ પણ લેવામાં આવ્યું છે
અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

