પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
ડિજિટલમાં તબદીલ કરવા આપેલા ફિઝિકલ શેરને વેચી શેરબ્રોકરે ~8.36 લાખ ચાઉ કરી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઇ.
*રાધનપુરમાં વેપારીના 20 વર્ષ પૂવે ખરીદેલ મેકડોવેલ કંપનીના 500 શેર બેંકમાં એકાઉન્ટ ખોલાવી ડીમેટ કરી રૂ.8.36 લાખ ઉપાડી લઈ છેતરપિંડી આચરી..*
પાટણ જિલ્લાના રાધનપુરના એક વૃદ્ધ વેપારીએ વીસેક વર્ષ અગાઉ અલગ અલગ કંપનીના શેરની ખરીદી કરી હતી. જેને સર્ટિફિકેટ ઈલેક્ટ્રોલ ફોર્મમાં ફેરવવા શેરખાન કંપનીના બ્રોકરને આપ્યા હતા પણ બ્રોકર દ્વારા ખાનગી બેંકમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવીને રૂ.8,36,557 રકમ ઉપાડી વેપારીને ન આપતાં વેપારી દ્વારા શેરબ્રોકર પ્રકાશભાઈ સેમાભાઈ ચૌધરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાધનપુરમાં વિશ્વકર્મા ટીમ્બર માર્ટ નામની દુકાન ચલાવતા હરજીવનભાઈ મણીલાલ પંચાલ અને તેઓના ભાભી સવિતાબેન ભોગીલાલ પંચાલે આજથી વીસેક વર્ષ અગાઉ અલગ અલગ કંપનીના 500 જેટલા શેરની ખરીદી કરી હતી. જે પૈકી મેકડોવેલ કંપનીના 500 ફિઝિકલ શેર વેચવા માટે ઇલેક્ટ્રોલ શેરમાં તબદીલ કરવા શેરખાન કંપનીના બ્રોકર તરીકે કામ કરતા પ્રકાશભાઈ સેમાભાઈ ચૌધરીનો સંર્પક કર્યો હતો. આ માટે તેણે જરૂરી ડોક્યુમેન્ટ મેળવીને સહીઓ લઈને ખાનગી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું અને ઇલેક્ટ્રોલ શેરમાં તબદીલ કરીને તેના નાણાં વેપારીને પરત ન આપતાં વેપારીએ પોલિસ અધિક્ષકને તેમની સાથે છેતરપિંડી કરાયાની લેખિતમાં અરજી કરી હતી તેના અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે શેર બ્રોકર તરીકે કામગીરી કરતા પ્રકાશભાઈ સેમાભાઈ ચૌધરી રહે.અંબિકાનગર સોસાયટી સામે ફરિયાદ નોંધવાઇ છે. જે ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

