Gujarat

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક કારચાલકે વૃદ્ધને ઉડાતા મૃત્યું પામ્યો

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં અનુપમ સિનેમા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં મોર્નિંગ વોક માટે નીકળેલા એક વૃદ્ધને કાર ચાલકે કચડી નાખ્યો હતો અને વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, અમદાવાદમાં હિટ એન્ડ રન ની ઘટના બની છે. આ ઘટનામાં અનુપમ સિનેમા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં મોર્નિંગ વોક માટે નીકળેલા એક વૃદ્ધને કાર ચાલકે કચડી નાખ્યો હતો અને વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, હવે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

અમદાવાદમાં હજી માંડ પાંચ દિવસ પહેલા નરોડામાં રસ્તા પર બસ સ્ટેન્ડ પર ઊભા રહેલા વૃદ્ધને એક બેફામ દોડતી કારે ઉડાવ્યા હતા. તેના પછી ગણતરીના દિવસોમાં આ ઘટના બની છે. આ ઘટના અમદાવાદ અનુપમ સિનેમા પાસે વહેલી સવારે બની હતી જ્યાં ૭૦ વર્ષીય અમરચંદ રાજપૂત મોર્નિંગ વોક માટે ગયા હતા. ત્યારે એક કાર ચાલકે બેદરકારીથી વાહન ચલાવતા વૃદ્ધાને ટક્કર મારી હતી. હાલ અમરાઈવાડી પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે. અમદાવાદમાં રસ્તે ચાલવું દૂભર બની ગયું છે.

અમદાવાદમાં રસ્તે ચાલનારાઓ માટે કારચાલકો યમદૂત બનીને ભમી રહ્યા છે. તેમા પણ ખાસ કરીને વૃદ્ધો માટે તો રસ્તે ચાલવું અત્યંત કપરું બની રહ્યું છે. કાર, નહીં તો ટેમ્પો નહીં તો ડમ્પર કે ટ્રક અને છેવટે ટુ-વ્હીલરવાળા પણ ટક્કર મારી દે છે. ૯મી ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જાેઈ રહેલા એક વૃદ્ધને રોંગ સાઇડથી પુરપાટ આવતી કારે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જાેરદાર હતી કે વૃદ્ધ વ્યક્તિ લગભગ ૧૦ ફૂટ ઉછળીને ૨૦ ફૂટ દૂર પડ્યા હતા.

આ સાથે કારે સામે ઉભેલી રિક્ષાને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું હતું. અકસ્માતમાં સામેલ કાર પોલીસની હતી અને કહેવામાં આવી રહ્યું છે કે તે દારૂથી ભરેલી કારનો પીછો કરી રહી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નરોડા-દહેગામ રોડ પર શિવધારા કોમ્પ્લેક્ષમાં રહેતા ૭૧ વર્ષીય નટવરલાલ પ્રજાપતિ કામ અર્થે નીકળ્યા હતા. તેઓ બિલાસીયા બસ સ્ટેન્ડ પાસે ઘરની બહાર ઉભા હતા. ત્યારે નરોડા-દહેગામ તરફથી પુરપાટ ઝડપે રોંગ સાઈડથી બે વાહનો આવ્યા હતા.