સમર્થ લોકસંત પૂજ્ય રઘુવીર દાસ બાપુ સ્થાપિત શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ના પૂર્વ પુજારી, જૂની પેઢીના કથાકાર પૂજ્ય જયશંકર ભાઈ ભટ્ટની સુપુત્રી બ્રહ્મ કન્યા પૂજ્ય વિજયાબેન ભટ્ટના વ્યાસ પીઠે ચાલતી શ્રીમદ ભાગવત કથા માં સમસ્ત બ્રહ્મ સમાજ માણાવદર, લોહાણા સમાજ માણાવદર ,સાધુ સમાજ માણાવદર દ્વારા તેઓને સાલ અને પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા.માણાવદરના બસ સ્ટેન્ડ પાછળ આવેલા બાપા સીતારામના અને શ્રી નીલકંઠ મહાદેવ મંદિરની સાનિધ્યમાં શરૂ થયેલા માણાવદર વિસ્તારના પ્રથમ મહિલા કથાકાર પૂજ્ય વિજયાબેન ભટ્ટ નું નો પરિચય શ્રી ગૌ ગાયત્રી યજ્ઞ યાગ ના સંયોજક અને બ્રહ્મ અગ્રણી મયૂર મો રાવલ આપ્યો.
પૂજ્ય માણાવદર નગર પંચાયતના પૂર્વ કર્મચારી અને લોહાણા સમાજના પ્રમુખ શ્રી ગિરીશભાઈ સોમૈયા, શ્રી ગાયત્રી મંદિર માણાવદર ના મેનેજિંગ ટ્રસ્ટી અને કલા સાધક વિજય ભાઈ જોશી, સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી નોટરી શ્રી નિમિષ ભાઈ રાવલ, સાધુ સમાજ માણાવદર ના મહિલા આગેવાન શ્રીમતી પ્રજ્ઞાબેન ભાવાનંદી ,પૂજ્ય શાસ્ત્રી શ્રી દુષ્યંતભાઈ રાવલ સાધુ સમાજના પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઈ ભાવનદી રાજુભાઈ ભાવાનંદી, સાધુ સમાજના અગ્રણી અને રામદેવપીર આશ્રમના મહંત પૂજ્ય વિષ્ણુ બાપુ, દેશ દેવી સાઉન્ડ વાળા દિલીપભાઈ કાપડી , જાણીતા વેપારી આગેવાન અને સિંધી સમાજના અગ્રણી કાર્યકર અશોકભાઈ જીવનાણી વગેરે પ્રાસંગિક પ્રવચનો કરી પૂજ્ય વિજયાબેન ભટ્ટની લોકસંગીત ની યાત્રા માંથી કલાકાર માંથી કથાકાર ની પ્રગતિની ઝાંખી કરાવી હતી.
માણાવદર વિસ્તારમાં પ્રથમ મહિલા કથાકાર ની પ્રગતિ અને સનાતન ધર્મની ધરોહર માં મોખરા નું સ્થાન મેળવે મોખરા નુ સ્થાન મેળવે એવી મંગલ કામના પાઠવી હતી. સાલ અને પુષ્પગુચ્છ થી પૂજ્ય વિજયાબેન ભટ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા. બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં સારી સંખ્યામાં ભાવિક ભક્તો આ ધર્મ કાર્યમાં જોડાઈ રહ્યા છે સંગીત વગરની અસલ ભાવ સભર વાણી માં શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે બસ સ્ટેન્ડ પાછળના આ વિસ્તારના આગેવાનો શાસ્ત્રી શ્રી દુષ્યંત ભાઈ જાની, બોઘા ભાઈ ભરવાડ, મનીષભાઈ જોશી, નિતેશ ભાઇ રૂપારેલીયા, ધીરુભાઈ કાઠી, ગોકળ ભાઈ ભરવાડ,મુન્નાભાઈ બુમતારીયા સહિત માતા બહેનો તન મન ધનથી આ ભગવદ કાર્યમાં જોડાઈ ચૂક્યા છે. એક જ સત્રમાં ચાલતી ભાગવત કથામાં સારી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મયૂર મો રાવલ કર્યું હતું.
તસવીર અહેવાલ જીજ્ઞેશ પટેલ માણાવદર

