Entertainment

ગાયક બાદશાહે હાનિયા આમિર સાથે ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું

બોલિવુડ સિંગર બાદશાહ અને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર લાંબા સમયથી ડેટિંગને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર બંન્નેના ફોટો અને વીડિયો પણ વાયરલ થતાં હોય છે. ત્યારે દુબઈમાં એક કોન્સર્ટ દરમિયાન હાનિયા સાતે ફોટો ક્લિક કર્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી બંન્ને વચ્ચે ડેટિંગ ચાલી રહી છે. હવે આ વચ્ચે બાદશાહે અંતે આ અફવા પર પોતાનું મૌન તોડ્યું છે. ખુલ્લીને વાત કરી છે. તેમણે કહ્યું કે, બંન્ને એક બીજા સાથે કેવી રીતે બોન્ડ શેર કરે છે.

એક ઈન્ટરવ્યુમાં બાદશાહે હાનિયા આમિર સાથે પોતાના સંબંધોને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું કે, હાનિયા મારી ખુબ સારી મિત્ર છે અને અમારા બંન્ને વચ્ચે સારા સંબંધો છે. અમે જ્યારે મળીએ છીએ તો ખુબ મસ્તી કરીએ છીએ. આજ સૌથી મોટી વાત છે. તે તેની જિંદગીમાં ખુશ છે અને હું મારી જિંદગીમાં ખુશ છું. અમારા સંબંધો ખુબ સારા છે પરંતુ લોકો હંમેશા ખોટો મતલબ કાઢે છે. લોકો એવું જ વિચારે છે જે તેઓ જાેવા માંગતા હોય છે. બાદશાહ અને હાનિયા હંમેશા ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો શેર કરતા હોય છે.

હાનિયા દ્વારા શેર કરવામાં આવેલી એક ક્લિપમાં બાદશાહ એકબીજા સાથે હાથ જાેડીને મળે છે. ત્યારબાદ હાનિયા જાેરથી બાદશાહને બોલાવે છે. ત્યારબાદ બાદશાહ તેને મળે છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું મારો સૌથી બેસ્ટ મિત્ર એક શાનદાર રોકસ્ટારપ હીરો છે, તમને જણાવી દઈએ કે, હાનિયા આમિર ઉર્દુ ભાષાના શો અને ફિલ્મો માટે કામ કરે છે. તેમણે ૨૦૧૬માં કોમેડી ફિલ્મ જનાના થી એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. બાદશાહ જેનું રિયલ નામ આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા છે.

તેમણે પહેલા જેસ્મીન મીસહ સાથે ૨૦૧૨માં લગ્ન કર્યા હતા પરંતુ બંન્ને ૨૦૨૦માં અલગ થવાનો ર્નિણય લીધો છે. તેને એક દીકરી જેસી ગ્રેસ મસીહ સિંહનો જન્મ ૨૦૧૭માં થયો છે. પાકિસ્તાની અભિનેત્રી હાનિયા પહેલા તેનું નામ મૃણાલ ઠાકુર સાથે જાેડાય ચૂક્યું છે પરંતુ તેમણે કહ્યું તે, બંન્ને માત્ર સારા મિત્રો છે,