આગ્રાના રહેવાસી સંદીપ ઉર્ફે દિનેશસિંહ ઠાકરે વ્યવસાયે પેઠાના વેપારી છે. પરિવારમાં પત્ની રીમા સિંહ, દીકરી રાખી સિંહ (ઉં.વ.14) અને નાની દીકરી નિક્કી (ઉં.વ.7) છે. દિનેશની બે દીકરીઓ આગ્રાની કોન્વેન્ટ સ્કૂલ સ્પ્રિંગફીલ્ડ ઇન્ટર કોલેજમાં ધોરણ નવ અને બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. ઉદ્યોગપતિ દિનેશ સિંહનો પરિવાર શ્રી પંચદશનામ જૂના અખાડાના મહંત કૌશલ ગિરિ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલો છે.
માતા રીમા સિંહના જણાવ્યા અનુસાર, તેમની મોટી પુત્રી રીમા અભ્યાસમાં હોશિયાર છે. તે નાનપણથી જ ભારતીય વહીવટી સેવામાં જોડાવાનું સ્વપ્ન જોતી હતી, પરંતુ કુંભમાં આવ્યા બાદ તેનું મન બદલાઈ ગયું.

માત્ર 4 દિવસ પહેલાં જ તે આધ્યાત્મિક ગુરુ કૌશલ ગિરિનો આશ્રય લેવા કુંભમાં આવી હતી. હવે તેમની પુત્રીએ સંન્યાસ લીધો છે અને ધર્મના પ્રચારના માર્ગે પ્રયાણ કર્યું છે. દીકરીની ઇચ્છા મુજબ તેમણે ગુરુ પરંપરા મુજબ દીકરીનું દાન કર્યું છે.

