Gujarat

પોરબંદરમાં સમસ્ત રઘુવંશી સમાજ માટે વિનામૂલ્યે સમૂહ લગ્નોત્સવ, સમૂહ જનોઈ બ્લડ ડોનેશન રાંદલ લોટા નું આયોજન કરાશે

સત્કાર્ય…સાથે…સેવા…ના ધ્યેય સાથે રઘુવંશી સમાજ માટે વિનામૂલ્યે સગપણ સેવાકાર્ય પ્રવૃત્તિ છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે તેમાં સમૂહ લગ્નોત્સવ, સમૂહ જનોઈ તેમજ માં રાંદલ માતાજીના લોટા,બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર દ્વારા તારીખ ૨૯/૩૦ માર્ચ ૨૦૨૫ના રોજ શેઠ શ્રી ભાણજી લવજી લોહાણા મહાજન વાડી ભદ્રકાળી રોડ પોરબંદર ખાતે યોજાશે તેમાં નામ નોંધાવાની છેલ્લી તારીખ ૨૮-૨-૨૦૨૫ છે
આ સમગ્ર આયોજન દેશ-વિદેશમાં રહેતા જ્ઞાતિ અગ્રણી દાતાઓ ના આર્થિક સહયોગ સાથે કરવામાં આવે છે જ્ઞાતિ સમાજના મધ્યમ વર્ગીય પરિવારો આવા પ્રસંગો સમયે આર્થિક રીતે ભીડ ના પડે ખોટા કરજ કરીને પ્રસંગ કરવો ના પડે અને સમૂહમાં જ્ઞાતિ સમાજના સહયોગ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવે છે તેમાં રઘુવંશી સમાજ ના દરેક ને નાના મોટી રકમ અનુદાન સહયોગ આપી આ સત્કાર્ય પ્રવૃત્તિમાં આપનું અમૂલ્ય યોગદાન આપશો તેવી અપીલ કરવામાં આવે છે આપનો આર્થિક સહયોગ રોકડ/ઓનલાઇન,કરિયાવર આઈટમ કે ખાદ્ય સામગ્રી નોંધાવવા માટે નીચે આપેલ વ્યવસ્થાપક શ્રી નો સંપર્ક કરવા વિનંતી
વ્યવસ્થાપક
સુરેશભાઈ બારાઈ
૭૩૮૩૬૬૮૦૦૨
હરીશભાઈ પોપટ
૯૨૨૮૩૮૨૯૪૪
હિતેશભાઈ ઉનડકટ
૭૩૮૩૬૬૮૦૦૬
લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર ૧૬,નવો કુંભારવાડો પાટા પાસે જુબેલી રોડ પોરબંદર નો સંપર્ક કરવા વિનંતી
*જય જલારામ*