વડોદરા જિલ્લા નું પત્રકાર એકતા પરિષદ નું અધિવેશન યોજાયું..
સી.સી મહેતા હોલમા મોટી સંખ્યામાં પત્રકારો ની હાજરી,સાથે અધિવેશનને મળી સફળતા..
સયાજી નગરી ના સેવાભાવી સંસ્થાઓ નું કરાયું સન્માન..જિલ્લા કારોબારી ની નવી ટીમ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરાઇ જાહેર..
ગુજરાતમાં દરેક જિલ્લામાં રૂબરૂ જઈ લોકશાહી પ્રણાલી પ્રમાણે જિલ્લાના પત્રકારો ભેળાં કરી, દરેક જિલ્લાના પ્રમુખો,અને તેની ટીમની રચનાઓ બાદ,તાલુકા ટીમ ની રચનાઓ જિલ્લા સંગઠન દ્વારા કરાયા નું કાર્ય,12 ઝોન ની મહેનત થી પૂર્ણ થયું,ત્યારબાદ તાલુકા,જિલ્લા,નગર ના નાના મોટા સૌ પત્રકારો એક અધિવેશન ના માધ્યમથી ભેળાં કરવાનો સફળ પ્રયાસ, એક મિસાલ બની ગયો.દરેક જિલ્લા અધિવેશન ભોજન, સન્માન,ગિફ્ટ કે સ્મૃતિ ભેટ સાથે યોજવા લાગ્યા ને ગુજરાત નું આ 32 મુ અધિવેશન હતું.અગાઉ યોજાયેલ અધિવેશન માં પણ રીપિટ અધિવેશન 13 પૂર્ણ કર્યા છે,તાલુકા મથકો ઉપર અધિવેશન પણ યોજાવા લાગ્યા છે,જેમાં પણ સારી સફળતા મળી રહી છે,ત્યારે કોઈ પણ સંગઠન ને જીવંત રાખવા,મજબૂત બનાવવા સતત કાર્યક્રમો ખૂબ જરૂરી ફેક્ટર હોય છે,જે ફેક્ટર ખૂબ મોટી સફળતા નું ઉદ્દીપક બની ગયું.
એમ એસ.યુનિવર્સિટી ના સી સી મહેતા ઓડિટોરિયમ માં રવિવારે સવારે બહારથી આવનારા હોદ્દેદારો ની નાસ્તાની વ્યવસ્થા થી કાર્યક્રમ નો પ્રારંભ સરદાર પટેલ ને ફૂલમાળા પહેરાવી વાજતે ગાજતે પ્રદેશ અધ્યક્ષ,પ્રદેશ હોદ્દેદારો,જોન જિલ્લા કે મહિલા વિગ ના હોદ્દેદારો ની સ્થાનિક પત્રકારો ની હાજરી વાળી રેલી પહોંચી સી.સી મહેતા હોલ માં ને દીપ પ્રાગટ્ય સંત માર્ગીય સ્મિત સ્વામી,વલ્લભ કુળના વરસ એવા સંત તુલ્ય શ્રેષ્ઠ વક્તા ની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનો ના વરદ હસ્તે કરાયું હતું.
સામાજિક સંસ્થાઓ,સંગઠનો ના આગેવાનો ની હાજરીમાં હોલ ભરાયો ને એક રાષ્ટ્ર ગીત બાલિકાઓ દ્વારા રજૂ કરાયું. શબ્દો થી મહેમાનો નું સ્વાગત શ્રી પ્રદીપસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું,પણ સ્વાગત માટે એક લોક સાહિત્યના કસાયેલા કલાકાર જેવી છટા થી કરવામાં આવ્યું..હોલ માં પ્રવેશ કરતા સમયે પ્રદીપસિંહ સરવૈયા દ્વારા પ્રદેશ અધ્યક્ષ ને સાફો બાંધી સ્વાગત કરાયું હતું અને સંતો ના આશીર્વાદ સાથે એક પછી એક સંસ્થાઓ ના સન્માન,શ્રેષ્ઠીઓ ના સન્માન સાથે પ્રદેશ આગેવાનો ના સન્માન કરતા કરતા છેવટે વડોદરા જિલ્લા ના પત્રકારો દ્વારા નક્કી કરવામાં આવેલ નવી જિલ્લા કારોબારી ની જાહેરાત સાથે આવકાર અને સન્માન સાથે નિમણુક પત્ર આપવા ટીમની જાહેરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી,જેને તબક્કાવાર પ્રદેશ,ઝોન,જિલ્લા ના આગેવાનો દ્વારા સન્માનિત કરી,નિમણુક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
પ્રાસંગિક પ્રવચન પ્રદેશ ઉપપ્રમુખ ધર્મેશ વસંત દ્વારા સંગઠન ની રૂપરેખા રજૂ કરી હતી,સંગાથ પત્રકારો માટે શું શું કરે છે,તેની માહિતી આપી હતી.જેમાં પ્રદેશના બીજા ઉપાધ્યક્ષ મનોજભાઈ સોની નું મજબૂત માર્ગદર્શન,એક બીજાને જોડવા ની હાકલ કરી ને આપસી મતભેદ ભૂલવા,એક નવા મોટા પરિવાર ના પ્રવાહમાં જોડાઈ જવા સૌને વિનંતી કરી હતી..સંગઠન ને મજબૂત બનાવવા મોટો માણસ પણ કેટલો નાનો બની જાય છે,કેટલો સરળ બની જાય છે,સામે વાળા ના લેવલ સાથે મેચ થવા પૂરતો પ્રયાસ કરે,ત્યારે સંગઠન કહેવાય તેની મિસાલ ખુદ મનોજભાઈ છે.છેલ્લે પ્રદેશ અધ્યક્ષ ની ધારદાર વાણી કે જેમાં સત્ય નો સંચાર હોય,ખોટી આળ પંપાળ ના હોય,સારા અને સાચા પત્રકારો ને ભેદભાવ માંથી બહાર નીકળી એક થવા હાંકલ કરી હતી.પત્રકાર દરેક સ્વમાની છે,પ્રમાણિક છે,એટલે તો સમાચાર બનાવે છે,કોઈના વિરુદ્ધ સમાચાર બને તે દુશ્મન બને છે, છતાં કોઈ આવક ની અપેક્ષા વિના દુશ્મનો ભલે બને પણ સત્ય રજૂ કરવાનું સ્વમાન ક્યારેય છોડતા નથી. ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ ને પણ વિનંતી કરી હતી કે પત્રકારો નું સ્વમાન,નીડરતા ટકાવી રાખવાની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓ એટલે કે સારા લોકોની છે.
રાજનીતિ જ્યારે બિઝનેસ બની ચૂકી છે,લોકોના મત થી ચુંટાયેલા લોક સેવક ઓછા ને હુકમશાહ વધુ હોય તે સ્થિતિ નું સર્જન થયું છે,ઉચ્ચ અધિકારીઓ પણ એમની ફરજ માં કાયદા અનુસાર નિર્ણયો કરી શકે તેવી સ્થિતિ નથી,ત્યારે દેશમાં લોકશાહી જીવંત રાખવાની જવાબદારી,સમાજ ની સમસ્યાઓ ના ઉકેલ ની જવાબદારી જ્યારે એક માત્ર પત્રકાર ભરોસા નું માધ્યમ બન્યું છે,ત્યારે પત્રકારો એ પોતાના ખભા મજબૂત કરવા પડશે,કારણ પત્રકાર પણ સલામતી પણ જોખમી બની છે, માટે એકતાના આધારે ખભો મજબૂત કરવો જરૂરી છે,જોશીલી શબ્દ બાણ સાથે મૃદુ ભાષા નો પણ સમનવય, જોવા મળ્યો હતો.કાર્યક્રમ ના અંતે હોલમાં ગિફ્ટ વિતરણ કરતા, ભોજનમાં ગયેલા લોકો ગિફ્ટ માટે તૂટી પડતા થોડીવાર વિતરણ બંધ કરી દેવા ફરજ પડી હતી.વડોદરા માં પ્રથમ અધિવેશન હોવાથી થોડી વ્યવસ્થા માં અસિસ્ત પણ જોવા મળી,ખેર સમસ્યાઓ માંથી શીખવાનું હોય છે,ફરી દરેક બાબતો ની ગંભીર રીતે કેર લેવામાં આવશે.વડોદરા ના પત્રકારો માટે ગિફ્ટ કરતા પણ મહત્વનું હતું, સંગઠન નો પરિચય થાય,ફોર્મ ભરી સભ્ય બની શકાય,કોઈ પણ ફી વિના જોડાવા માટે સૌને આહવાન કરવામાં આવ્યું હતું. અન્ય જિલ્લા માંથી આવેલા જિલ્લા પ્રમુખો,એમની ટીમ ,ઝોન પ્રભરીઓ કે પ્રદેશ આગેવાનો ના સન્માન કરવાનું પણ બાકી રહી ગયું હતું,કારણ ભોજન પ્રથમ પસંદગી બન્યું હતું..છતાં અન્ન ભેળાં એના મન ભેળાં,આજે નહિ તો કાલે શિસ્તબદ્ધ સંગઠનનું નિર્માણ જરૂરી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ





