Gujarat

રાણપુરમાં મોડલ સ્કૂલ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

રાણપુરમાં મોડલ સ્કૂલ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

બોટાદનાં ARTO ડી.કે.ચાવડા અને જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓએ માર્ગ સલામતી અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી..

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પારીયાદ ત્રણ રસ્તે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બોટાદ જીલ્લા ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બોટાદનાં સંયુકત ઉપક્રમે માર્ગ સલામતી અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાનાં કાર્યકારી આચાર્ય કે.એન. રાઠોડે તેમને આવકારી સ્વાગત કર્યું હતુ. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બોટાદનાં ARTO ડી.કે.ચાવડા અને જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ માર્ગ સલામતી અંગે ખુબ સરસ માહિતી આપી હતી. જે.એસ.રાઠોડે ઓડીઓ અને વીડિયોના માધ્યમથી ખુબ જ સરસ રીતે માર્ગ સલામતી માટે કઈ કઈ કાળજી રાખવી તેની વિસ્તૃત માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં વિશાળ માત્રામાં શાળાનાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ ગણ જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફમિત્રો ડૉ.ડી.ડી.પરમાર, ડી.એસ.પરમાર, જી,જી,પરમાર,એ.એલ.બારૈયા એન.બી.મારવાડી,એમ.જી.સંઘરીયા વગરે સહભાગી થયા હતા…

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

IMG-20250120-WA0067-1.jpg IMG-20250120-WA0065-0.jpg