Gujarat

હનુમાન ચાલીસા, પૂજા-અર્ચના અને સંતોના પ્રવચન સાથે ભવ્ય ઉજવણી

થરાદના નર્મદાનગર સોસાયટીમાં આવેલા રામાનંદી સાધુ સમાજ ભવનમાં જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની 725મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં હનુમાનજી મહારાજના સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં હનુમાનજી મહારાજની આરતી બાદ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની વિશેષ પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાધુ વિધિ દશરથદાસ અને સાધુ યશસ્વી રતનદાસે રામાનંદાચાર્યજી મહારાજના જીવન વિશે પ્રેરક વક્તવ્ય આપ્યા હતા. ત્યારબાદ સાધુ જિતેન્દ્રકુમાર અને વૈષ્ણવ અમરદાસજીએ પણ પ્રસંગને અનુરૂપ પ્રવચનો આપ્યા હતા.

સંતશ્રી લખીરામબાપુ ગડશીસરના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી દાતાઓ, વડીલો અને મોટી સંખ્યામાં સમાજબંધુઓએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો.