રાજકોટ અનડીટેકટ લુંટનો ગુન્હો ગણતરીના દિવસોમાં ડીટેકટ કરતી તાલુકા પોલીસ સ્ટેશન.
રાજકોટ શહેર તા.૧૫/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનડીટેકટ લુંટનો ગુન્હો જાહેર થયેલ હોય જેમાં આ કામે ગઇ તા.૫/૨/૨૦૨૫ ના રાત્રીના ૩ વાગ્યાના સમયે આ કામે ફરીયાદી એચ.પી.નો કંપનીનો વાવડી ફયુલ્સ નામનો પેટ્રોલપંપ આવેલ હોય તેમાં ૩ અજાણ્યા ઇસમો મોઢે કપડા બાંધીને આવી પેટ્રોલપંપમાં કામ કરનાર ફીલરમેન વિષ્ણુભાઈ ગોસ્વામીને બેઝબોલના ધોકા અને હથોડી વડે માર-મારી ગંભીર ઇજા કરી પેટ્રોલપંપની ઓફીસમાંથી રૂ.૧૩,૦૦૦ ની લુંટનો અનડીટેકટ બનાવ બનેલ હોય જે અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય. ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇને રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (કાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા દ્વારા ગુન્હો તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવા સુચના કરેલ હોય. ઉપરોકત સુચનાના આધારે P.I એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર નાઓએ આ કામે DCB પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી તમામ દિશામાં તપાસ કરી ગુન્હો ડીટેકટ કરવા જરૂરી સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર, એમ.કે.મોવલીયા અને ટીમના માણસો દ્વારા જેમાં કૃષ્ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, હરસુખભાઇ સબાડ, પ્રદીપસિંહ જાડેજા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસ થી તેમજ ટેકનીકલ મદદથી ત્રણેય ઇસમો પાસેથી મુદ્દામાલ મળી આવતા જે મુદામાલમાં તેમજ લુંટ માં ઉપયોગ કરેલ ઓટો રીક્ષા તથા બેઝબોલનો ધોકો અને હથોડી સાથે રાજકોટ શહેર SOG ઓફીસની પાછળ આવેલ નીતી ડાઇનીંગ હોલ પાસેથી મળી આવતા તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવા માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ હોય તે પોલીસ સ્ટેશનમાં સોપવાની તજવીજ કરવામાં આવેલ છે. (1) પ્રતીકભાઇ પીયુષભાઈ દત્તા ઉ.૨૦ રહે.ગીતાનગર મેઇન રોડ એસ.ટી.વર્કશોપ પાસે રાજકોટ (2) રાહુલ નવધણભાઈ મીર ઉ.૨૦ રહે.ખોડીયારનગર શેરીનં.૧૧ ૧૫૦ ફુટ રોડ રાજકોટ. ઓટો રીક્ષા નં.GJ-03-CT-2072 કિ.૧,૦૦,૦૦૦ કુલ કિ.૧,૨૧,૦૦૦ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૯(૬) ૩૩૨(બી) ૩(૫) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


