Gujarat

સાવરકુંડલામાં ૫૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

છેલ્લા ત્રણ મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરો દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવી હતી 
સમગ્ર અમરેલી જિલ્લાનું ધ્યાન ખેંચે તેવા સમૂહ લગ્નમાં ૫૮ નવદંપતીઓએ નવજીવનનાં મંગલાચરણ કર્યાં
પંદર હજાર જેટલા લોકોએ આ તકે ભોજન પ્રસાદનો લાભ લીધો
આ સમૂહ લગ્નમાં ભોજનનો સંપૂર્ણ ખર્ચ મસા પીર મોમાઈ માતાજી મઢ નાના જીંજુડા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો
 
ગોપી મહિલા મંડળ, ચામુંડા મંડળ બાઢડા, બાપા સીતારામ મંડળ, ખોડિયાર મંડળ, બાપા સીતારામ સેવા મંડળ હાથસણી, બાપા સીતારામ મઢુલી યુવા ગ્રુપ, તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંમ સેવકોએ આ સમૂહ લગ્નોત્સવમાં ખડે પગે હાજર રહી નોંધનીય સેવા બજાવી હતી
એકતા અને સામાજિક સંવાદિતાના પ્રતીક સમા આ સમૂહ લગ્નોત્સવ ખરેખર સાવરકુંડલા શહેરનું એક નવલું નજરાણું બની યાદગાર બની ગયો
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી ખોડીયાર રામામંડળ દ્વારા આયોજિત ૫૮ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી ૫૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્ન મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ હતી કે ૫૮ નવદંપતીઓના લગ્ન એક જ મંડપ નીચે સંપન્ન થયા હતા. આ એકતા અને સંવાદિતાનું પ્રતીક હતું.
તેમજ મસા પીર મોમાઈ માતાજી મઢ નાના ઝીંઝુડાએ આ મહોત્સવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના દ્વારા સમગ્ર ભોજન પ્રસાદનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો, જેના દ્વારા આ કાર્યક્રમને વધુ ભવ્યતા પ્રદાન થયેલ. આ મહોત્સવમાં ૧૫૦૦૦થી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો, જે આ કાર્યક્રમની લોકપ્રિયતા અને સફળતાનો પુરાવો લોકો માની રહ્યા છે. સંતો, મહંતો, રાજકીય આગેવાનો અને મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી, જે તેમના નવા જીવનની શરૂઆત માટે પ્રેરણાદાયી હતી.
આ મહોત્સવમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી જેમાં ગોપી મહિલા મંડળ, ચામુંડા મંડળ બાઢડા, બાપા સીતારામ મંડળ, ખોડીયાર મંડળ, બાપા સીતારામ સેવા મંડળ હાથસણી, બાપા સીતારામ મઢુલી યુવા ગ્રુપ, તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા  આ મહોત્સવમાં સેવા પૂરી પાડી હતી, અને આ તમામના પૂર્ણ સહયોગ દ્વારા આ કાર્યક્રમે સફળતાના ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરેલ. .આ મહોત્સવ મસા પીર નાના ઝીંઝુડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શ્રી ખોડીયાર રામામંડળના તુષારભાઈ રણોલીયા, રમેશભાઈ ચૌહાણ, કમલેશભાઈ રાનેરા, દિનેશભાઈ સુરાચંદા, સતીશભાઈ પાંડે, મહેશભાઈ ચૌહાણ, રાજુભાઈ પીપળીયા,ભાવેશભાઈ ચૌહાણે મુકેશભાઈ જાદવ જગદીશભાઈ પરમાર તેમજ મુકેશભાઈ વેલજીભાઈ જેવા સ્વયંસેવકો છેલ્લા ત્રણ મહિનાથી દિવસ રાત જોયા વગર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ મહોત્સવનું આયોજન સફળ રહ્યું હતું અને નવદંપતીઓએ આનંદ અને ઉત્સાહ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા