મંત્રીશ્રીએ રણજીતપર, ખીલોસ, મોટી લાખાણી, નાની લાખાણી, જામવંથલી અને વરણા ગામોની મુલાકાત લઇ નાગરિકોની રજૂઆતોના સુખદ સમાધાન માટે આશ્વાસન આપ્યુ
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી નાગરિકોની સુખાકારી વધે તે માટે સતત કાર્યશીલ રહે છે.

ગામડાઓમાં વસતા નાગરિકોની રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લાવવાના હેતુથી જામનગર જિલ્લાના રણજીતપર, ખીલોસ, મોટી લાખાણી, નાની લાખાણી, જામવંથલી અને વરણા ગામોની મુલાકાત લઈ મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે બેઠક યોજી સંવાદ સાધ્યો હતો. બેઠકમાં મંત્રીશ્રીએ ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોના સુખદ સમાધાન આવે તે દિશામાં કામગીરી કરવા આશ્વાસન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મંત્રીશ્રી દ્વારા જામનગર જિલ્લાના ગામડાઓની રૂબરૂ મુલાકાત લઈ લોકોની રજૂઆતો સાંભળી તે દિશામાં આયોજન હાથ ધરી લોકોની સુવિધાઓમાં વધારો થાય પ્રકારે કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સર્કિટ હાઉસ ખાતે પણ લોકસંપર્કનું આયોજન કરવામાં આવે છે.

