રાજુભાઈનું કહેવું હતું કે તમામ પ્રોસેસ કર્યા પછી પણ કાર્ડ રીજેકટ થતું હતું. જેનું કારણ દર્શાવવામાં આવતું ન હતું.!!!
સરકારશ્રીએ પણ આવા સંવેદનશીલ વિષય પ્રત્યે યોગ્ય નિર્ણય લઈ લાયક લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે સિસ્ટમમાં પારદર્શકતા દાખવવી જોઈએ.
આખરે થાકી હારીને સાવરકુંડલા ખાતે આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનો સંપર્ક કરી તમામ આપવીતી ડો. પ્રકાશ કટારીયાને જણાવી

લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ઓર્થોપેડિક સર્જન ડો નિકુંજ ગોંડલીયાએ સમગ કેસનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરી. આ પડકારરૂપ ઓપરેશન હાથ ધરવાનો દ્રઢ સંકલ્પ કર્યો
આ સંસ્થાના ટ્રસ્ટી ગણ અને સમગ્ર મેડિકલ સ્ટાફનો આભાર રાજુભાઈ જાનીએ હાર્દિક આભાર માન્યો
અને ચલાલા સાંઈ મંદિરના પુજારી રાજુભાઈ જાનીના મુખેથી શબ્દો સરી પડ્યા કે આપણે ભગવાનને મંદિરમાં શોધીને છીએ પરંતુ તે તો આવા આરોગ્યધામમાં બિરાજમાન છે

આમ ચારે તરફ ઘેરી વળેલી નિરાશા વચ્ચે લલ્લુભાઈ શેઠ આરોગ્ય ખાતે આશારૂપી પુષ્પ મઘમઘતું થયું
ચલાલાના સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાની જે છેલ્લા ઘણા સમયથી થાપાની તકલીફથી પિડાતા હતાં. પોતાનું લક્ષ્ય માત્ર સાંઈ સેવા પૂજાનું હોય બીજો કોઈ વ્યવસાય ન હોય આ થાપાનું ઓપરેશનનો અંદાજિત લાખ ઉપરનો ખર્ચ કોઈ પણ સંજોગોમાં પોસાય તેમ ન હોય મૂંઝવણ સાથે દર્દ સહન કરતાં જોવા મળેલ. રાજુભાઈ જાનીને લગભગ વિશેક વર્ષ પહેલાં થયેલા એક્સિડન્ટમાં પોતાના ડાબા પગના થાપાને ઇજા થતાં થાપાનો લીંગામેન્ટ ઓપરેશન દ્વારા ફીટ કરવા આવેલ પરંતુ હવે થોડા સમયથી થાપામાં દુખાવો ઉપડતાં પોતે આયુષમાન કાર્ડ કઢાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા પરંતુ કોઈ કારણસર કાર્ડ રીજેકટ થતું હતું
આ સંદર્ભે એમણે એ વિસ્તારના ધારાસભ્યને પણ પોતાનું આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવા માટે વિનંતી કરી હતી. પરંતુ અફસોસ છતાંય કાર્ડ રીજેકટ થતું હતું. ત્યાર બાદ આ સંદર્ભે રાજુભાઈ જાનીએ સાવરકુંડલા સ્થિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનો સંપર્ક કરતાં અહીંના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયાએ સમગ્ર આપવિતી જાણી આ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડો. નિકુંજ ગોંડલીયા સાથે ચર્ચા કરીને રાજુભાઈ જાનીના આ પડકારરૂપ ઓપરેશન હાથ ધરવા માટે પ્રતિબદ્ધતા દોહરાવી. આ હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાથે પરામર્શ કરીને આ પડકારરૂપ ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય કર્યો. ઓપરેશન ઘણું જટીલ હતું.. વર્ષો પહેલાં થયેલું ઓપરેશન જૂની પધ્ધતિથી થયેલ હોય તે હિસ્સો કાઢવાનું કાર્ય જ પડકારજનક હતું પરંતુ ડો. નિકુંજ ગોંડલીયાએ એ પડકારજનક ઓપરેશન હાથ ધર્યું અને ઓપરેશન સફળ થયું.

આમ અમરેલી જિલ્લા કક્ષાએ પણ આવા અઘરાં અને જટિલ ઓપરેશનો હાથ ધરવા મુશ્કેલ હોય તે કાર્ય સાવરકુંડલાની વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે શક્ય બન્યું હાલ ઓપરેશન સફળ થતાં રાજુભાઈ જાનીએ પણ રાહત અનુભવી અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા એક સેવાભાવી વ્યક્તિના દીર્ઘ અને તંદુરસ્ત આરોગ્ય માટે ભગવાન ધન્વંતરિને પ્રાર્થના કરવામાં આવી. આ આરોગ્ય મંદિરમાં પ્રતિદિન બારસો જેટલા દર્દીઓને વિનામૂલ્યે સારવાર દવા, લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે, કાર્ડિયોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
અહીં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થતાં દર્દીઓને તેમજ સાથે આવનાર સગાને ગુણવત્તાયુકત પૌષ્ટિક આહાર એ પણ સંપૂર્ણ નિશુલ્ક ખૂબ હેત પ્રિતથી આપવામાં આવે છે. આ આરોગ્ય મંદિરના સાફ સફાઈ, તેમજ લીલાં છમ વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડ પણ આ કેમ્પસનું વાતાવરણ ખૂબ જ સૌમ્ય અને શિતળતા બક્ષે છે આવી તમામ આરોગ્ય લક્ષી સેવાઓ અને એ પણ નિશુલ્ક જોઈને ચલાલા સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાનીના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે આપણે ભગવાનને મંદિરમાં શોધીએ છીએ અને તે આવા આરોગ્યધામમાં બિરાજમાન છે….
બિપીન પાંધી સાવરકુંડલા

