અનેક સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલ સાવરકુંડલા શ્રી વીર દાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા જેમાં હિતેશ સરૈયા અને આખુ ગ્રુપ લોકોની સેવા માટે તત્પર હોય છે ત્યારે આ ટ્રસ્ટમાં અમદાવાદના પંકજકુમાર માનસેતા દ્વારા આ ટ્રસ્ટને બે ઓક્સિજન મશીન આપેલ જેનાથી અમુક ઇમર્જન્સી કેસમાં અને લોકોને સેવા માટે ખૂબ સરળ બનશે.

અને ઓક્સિજનના બાટલા લેવા જવાનું તેમજ ભરવા જવામાંથી રાહત મળશે તેવું જસરાજ સેનાના પ્રમુખ હિતેશ સરૈયાએ જણાવ્યું હતું ત્યારે શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલાએ શ્રી પંકજકુમાર માનસતાનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા

