સરકારશ્રીની વિમા નીતી અન્વયે વિમા કં૫ની તરફથી લોંચ કરવામાં આવેલ વિવિઘ પ્લાન પૈકી જનતા ૫ર્સનલ એકસીડન્ટ પોલીસી અન્વયે અકસ્માતથી મૃત્યુ પામનાર કાનાતળાવ ગામના ખેડુત સ્વ. અનીલભાઇ કનુભાઇ શીંગાળાના વારસદાર રીમાબેન અનીલભાઇ શિંગાળાને રૂા.૧,૦૦,૦૦૦/- તથા નેસડી ગામના ખેડુત સ્વ. વિનુભાઇ જીવરાજભાઇ કથીરીયાના વારસદાર નયનાબેન વિનુભાઇ કથીરીયાને રૂા.૧,૦૦,૦૦૦/- નો ચેક સાવરકુંડલા એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી તથા વા.ચેરમેનશ્રી મહેશભાઇ લખાણી ના હસ્તે અર્પણ કરવામાં આવેલ.
આ પોલીસી યોજના મુજબ સમગ્ર તાલુકાના દરેક ખાતેદાર ખેડુતોનું જુથમાં વિમા પ્રીમીયમ એ.પી.એમ.સી.સાવરકુંડલા દ્વારા પ્રતિવર્ષ ભરીને ખેડુત ૫રીવારોને રૂા.૧,૦૦,૦૦૦/- ના અકસ્માત વિમા કવચથી આવરી લેવામાં આવે છે.
મૃતક ખેડુતના વારસદારોને ચેક અર્પણ સમયે એ.પી.એમ.સી.ના સેક્રેટરીશ્રી જે.વી.માલાણી, કાનાતળાવ મંડળીના પ્રમુખશ્રી બટુકભાઇ રૂપારેલીયા, રવજીભાઇ વેકરીયા, કુરજીભાઇ શિંગાળા, નેસડી મંડળીના પ્રમુખશ્રી હિમંતભાઇ ગેવરીયા, નેસડી મંડળીના મંત્રીશ્રી ઘીરૂભાઇ તથા કાળુભાઇ કથીરીયા, મુકેશભાઇ કથીરીયા, નેસડી ગામના સરપંચશ્રી કરશનભાઇ, ઉ૫સ્થિત હતા.
બિપીન પાંધી સાવરકુંડલા

