Gujarat

રાજસ્થાની સમાજે કરી નિષ્પક્ષ તપાસની માંગ

ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુ મામલે રાજસ્થાની સમાજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાનના જાટ સમાજ અને મારવાડી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત લોકોએ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. જોકે, રાજસ્થાની સમાજના લોકોએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની તરફેણમાં નિવેદન આપ્યું હતું.

સમાજના લોકોએ જણાવ્યું કે ગોંડલમાં વર્ષોથી વસવાટ કરતા રાજસ્થાની સમાજને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કે માર્કેટ યાર્ડના સત્તાધીશો સાથે કોઈ તકરાર નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો રહ્યા છે.