Gujarat

યુનિફોર્મ સિવિલ કોડ અંગેની ચર્ચામાં સાંસદો-ધારાસભ્યો, સૌરાષ્ટ્ર યુનિ. VC, ધાર્મિક સંસ્થાઓના વડાઓને બોલાવાશે

યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરીક સંહિતા અંગે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આગામી તા.24ને સોમવારે બપોરના 12 વાગ્યે ખાસ બેઠક બોલાવવામાં આવી છે. કોમન સિવિલ કોડના મુદ્દે રાજય સરકાર દ્વારા દક્ષેશ ઠાકર (પૂર્વ કુલપતિ સુરત યુનિ.) અને ગીતાબેન શ્રોફ એમ 2 સદસ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.

જેઓની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર જિલ્લાના ધારાસભ્યો, સાંસદો, સરકારી વકીલ, વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, કોલેજોના આચાર્યો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચર્ચા કરવામાં આવશે તેમજ રાજય સરકારની દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની કમિટી દ્વારા આમંત્રિતો પાસેથી સૂચનો સ્વીકારવામાં આવશે.

કમિટીના સદસ્યો સોમવારે રાજકોટ આવશે ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ એક માત્ર ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ અમલી બતાવી દેવામાં આવેલ છે.

જે બાદ ગુજરાતમાં પણ આ કાયદો લાગુ કરવા માટે રાજય સરકાર દ્વારા ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) લાગૂ કરવા માટે રાજય સરકાર દ્વારા નિવૃત ન્યાયાધીશ રંજનાકુમારીના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરવામા આવી છે. આ કમિટીના સદસ્યો સોમવારે રાજકોટ આવશે. રાજકોટમાં તેઓની આ પ્રથમ બેઠક યોજાશે.

તમામ નાગરિકો માટે એક સમાન કાયદો અમલમાં આવશે યુનિફોર્મ સિવિલ કોડ એ એક એવો કાયદો છે કે, જે ભારતના તમામ નાગરિકોને તેમના ધર્મ-જાતિ કે સમુદાયને ધ્યાનમાં લીધા વગર સમાન રીતે લાગુૂ પડે છે.

હાલમાં દેશમાં લગ્ન, છુટાછેડા, વારસાગત અને દત્તક જેવા વ્યકિતગત બાબતોને લગતા કાયદાઓ અલગ અલગ છે. આ UCC લાગૂ થવાથી આ તમામ બાબતોમાં તમામ નાગરિકો માટે એક સમાન કાયદો અમલમાં આવશે.