માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના ચાર રસ્તા વિસ્તારમાં રખડતી રજડત ગાયોને બજરંગ દળના કાર્યકર્તાઓ અને પોલીસ દ્વારા પકડી પાંજરાપોળ મોકલવામાં આવી છે ઝંખવાવ ગામના કેટલાક ઈસમો દ્વારા બિનઅધિકૃત રીતે ગાયોનો વેપાર કરવામાં આવતો હતો અને આ ગાયો કતલખાને જતા હોય છે.
આ ઈસમો દ્વારા ગાય વાછરડા ને બજાર વિસ્તારમાં છોડવામાં આવતા હતા અને જ્યારે જરૂર પડે ત્યારે ગાયોને લઈ જતા હતા રખડતી રજડતી ગાયોથી ઝંખવાવ ગામે ટ્રાફિકને અડચણરૂપ બની રહી હતી જેની ફરિયાદો ઉઠી હતી, જેથી ઝંખવાવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહિલા પીઆઇ કે એ જાડેજા અને પોલીસ કર્મચારીઓની ટીમ બજરંગ દળના જય પટેલ માંડવીના ચિરાગ પૂજારી તેમજ માંડવી ઉમરપાડાના બજરંગ દળના કાર્યકર્તાઓની ફોજ દ્વારા 18 જેટલી ગાયો પકડી લેવામાં આવી હતી. ગાયોને કામરેજના થારોલી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી છે.

