જામનગરમાં રખડતા ઢોરના નિયંત્રણ માટે પોલીસીના અમલીકરણ હેતુથી મનપાએ કમર કસી છે. જે અંતર્ગત પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભરવાડપામાં મનપાની ટીમે કાર્યવાહી હાથ ધરી ઢોરને રસ્તે રઝળતા નહીં મૂકવા અને નોંધણી કરાવવા પશુમાલિકોને ચેતવણી આપી હતી.
શહેરના પંચેશ્વર ટાવર રોડ પર ભરવાડપા વિસ્તારમાં મહાપાલિકાની ટીમે જઇ પશુમાલિકોને ઢોરને રસ્તે રઝળતા નહીં છોડવા અને નોંધણી કરાવી લેવા તાકીદ કરી હતી.
ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત હેઠળ ત્રાટકી હતી અને પશુપાલકોને કડક સૂચના આપી જો માર્ગ પર ખુલ્લા ઢોર છોડવામાં આવશે તો પકડી પાડી નિયમ મુજબની કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી. આ વિસ્તારમાં ગૌરીશંકર મહાદેવ મંદિરની સામેથી ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો.

