શહેરના રાજીવનગરમાં થોડા દિવસ અગાઉ આધેડની કેટલાક શખ્સોએ જાહેરમાં હત્યા કરી હતી.આ હત્યાના આક્રોશમાં આવીને મૃતકના પરિવારજનોએ આરોપીના ઘર પાસે તોડફોડ કરી હતી. ત્યારે આરોપીના પડોશમાં રહેતા એક વ્યક્તિની કોઈ રિક્ષા સળગાવી દીધી છે. જ્યારે એક વ્યક્તિનું મકાન સળગાવી દીધું છે. જે અંગે સેટેલાઇટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ઘર અને રિક્ષામાં આગ લગાવી હતી રાજીવનગરમાં રહેતા રાધાબેન ચૌહાણે ફરિયાદ નોંધાવી છે કે, 2મેના રોજ રાજીવનગરમાં રહેતા નટુભાઈ પરમારની હત્યા થઈ હતી.હત્યામાં રાધાબેનના પડોશમાં રહેતા કનુભાઈનું નામ હતું,જેથી નટુભાઈના સંબંધીઓ ટોળા લઈને કનુભાઈના ઘર પાસે આવ્યા હતા.
જેના ડરના કારણે રાધાબેન ઘર બંધ કરીને બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા હતા.રાધાબેનને જાણ થઈ હતી કે તેમના બંધ મકાનનું તાળું તોડી કેટલાક અજાણ્યા તેમના ઘરમાં આવીને ઘરમાં આગ લગાડી ગયા હતા.ઘરમાં આગ લાગવાના કારણે તેમના ઘરનો તમામ સળગી ગયો છે.રાજીવનગર વિભાગ-2 માં પણ કેટલાક ઘરોમાં કોઈએ આગ લગાડી હોવાની જાણ થઈ હતી જેથી રાધાબેને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ રાજુનગરમાં રહેતા પ્રેમચંદભાઈએ ફરિયાદ નોંધાવી શકે તેઓ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે.2 મેના રોજ જ્યારે નટુભાઈની હત્યા થઈ ત્યારે નટુભાઈના સંબંધીઓ પ્રેમચંદભાઈ જે ગલીમાં રહેતા હતા ત્યાં ઝઘડો કરવા આવ્યા હતા. પ્રેમચંદભાઈ તેમની સાસરીમાં જતા રહ્યા હતા.
તેઓ પરત આવ્યા ત્યારે તેમની ઓટો રિક્ષાનો આગળનો કાચ તૂટેલો હતો અને રીક્ષાની ઉપરનું હુડ અને પાછળની સીટ બળી ગયેલી હતી.તપાસ કરી તો જાણવા મળ્યું કે હત્યા બાદ કેટલાક શખ્સો તેમની રિક્ષામાં તોડફોડ કરીને આગ લગાવી હતી.જેથી પ્રેમચંદભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

