Gujarat

ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ લાગશે… !!

,અમદાવાદ
૩૧ ડિસેમ્બરની ઉજવણી પર લાગશે. જેમાં જાહેરમાં થતાં સેલિબ્રેશન, હોટલ-રેસ્ટોરન્ટમાં થતી પાર્ટી તથા જાહેરમાં ટોળા ભેગા થવા પર રોક લગાવવામાં આવશે. કારણ કે એમિક્રોન તેમજકોરોનાનાં વધતાં કેસને જાેતા આ ર્નિણય લેવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકારની સૂચના આધારે ર્નિણય લેવાશે. તેમજ ટુંક સમયમાં રાજ્ય સરકાર જાહેરાત કરશે. કારણ તે રાજ્યમાં અત્યાર સુધી એમિક્રોનના ૩૦ કેસ નોંધાયા છે. કોવિડ-૧૯નો નવો ઓમિક્રોન વેરિઅન્ટ વકરતા દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ નિયંત્રણો વધુ કડક થઈ શકે છે. ક્રિસમસ અને ન્યૂ યરના સેલિબ્રેશન ઉપર રોક આવી શકે છે. ભારત સરકારે કોવિડ-૧૯ ચેપ નિયંત્રણ માટે નવી ગાઈડલાઈન જાહેર કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઓમિક્રોન સંકટ મુદ્દે બેઠક મળી હતી. જેમાં તાજેતરમાં રાજ્ય સરકારે બોલાવેલી આરોગ્ય વિભાગની સમિક્ષા બેઠક અચાનક જ રદ્દ કરાઈ હતી. આથી, વડાપ્રધાનની બેઠક બાદ રાજ્યમાં નવેસરથી સમિક્ષાને આધારે વધુ નિયંત્રણોની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દિલ્હીમાં એક જ દિવસમાં કોવિડ-૧૯ના ૧૨૫ કેસ આવતા ક્ષણભરનો વિલંબ કર્યા વગર નવા નિયંત્રણો લાદી દેવાયા છે. જેમાં ક્રિસમસ અને ન્યૂ યરની સામુહિક ઉજવણી ઉપર પ્રતિબંધ મુકાયો છે. જ્યાં લગ્ન પ્રસંગે ૨૦૦ વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામા આવી છે. હોટેલ- રેસ્ટોરેન્ટને ક્ષમતા કરતાં ૫૦ ટકા વ્યક્તિ સાથે કાર્યરત રાખવા આદેશ કરાયો છે. તદ્‌ઉપરાંત તમામ પ્રકારના સામાજિક, રાજકિય, ,રમતગમત, મનોરંજન, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મૂકાયો છે. દુકાનો અને મોલ કે જાહેર સ્થળોએ ફરજીયાત માસ્કનો કડક અમલ અને તેનો ભંગ કરનારા સામે સખ્ત કાર્યવાહી કરવાનો આદેશ પણ અપાયો છે. સંભવતઃ ગુજરાતમાં પણ આ પ્રકારની મર્યાદાઓ ફરીથી અમલમાં આવી શકે છે.ગુજરાત રાજ્યમાં ૩૧ ડિસેમ્બરની જાહેર ઉજવણી પર રોક લાગશે. જેમાં ઓમિક્રોન, કોરોના સંક્રમણ વધતાં ર્નિણય લેવાશે. તથા હોટેલ-રેસ્ટોરન્ટમાં થતી પાર્ટીઓ પર રોક લાગશે. તેમજ કેન્દ્રની સૂચનાના આધારે રાજ્ય સરકાર જાહેરાત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *