નર્મદા પોલીસે રાજપીપળા એરોડ્રામ ખાતે ₹29.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે. આ દારૂ છેલ્લા છ મહિનામાં રાજપીપળા, તિલકવાડા અને આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ 11,552 નાની-મોટી બોટલોનો JCBની મદદથી નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 42 અલગ-અલગ ગુનાઓમાં ઝડપાયેલા મુદ્દામાલને લગતી હતી.

પ્રાંત અધિકારી પ્રસનજીત કૌર અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી.આર. પટેલની હાજરીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો. નર્મદા જિલ્લો બોર્ડર વિસ્તાર હોવાથી બુટલેગરો મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા હોય છે દારૂના નાશ દરમિયાન રાજપીપળા ટાઉન પી.આઈ. એસ. કે. ગામીત, આમલેથા પી.એસ.આઈ. એન. આર. ગોહિલ અને તિલકવાડા પી.એસ.આઈ. એ. પી. સોલંકી સહિત અન્ય પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

