ટેકાના ભાવે વિક્રમી ખરીદીથી ગુજરાતના લાખો ખેડૂતો બન્યા આર્ત્મનિભર
છેલ્લા ૧૦ વર્ષમાં ટેકાના ભાવે ૬૫,૫૭૦ કરોડના મૂલ્યની ૧.૦૫ કરોડ મેટ્રિક ટન ઉપજની ખરીદી થઈ
એક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ, વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિલંબની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ (સ્જીઁ) હેઠળ ખરીદી વ્યવસ્થામાં કરાયેલા સુધારાઓએ ગુજરાતના લાખો ખેડૂતોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ “ખેતી ખર્ચના દોઢ ગણા ભાવ” આપવાની નીતિ અમલમાં આવતા ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળવા લાગ્યા છે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને ખેતી વધુ નફાકારક બની છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તથા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ટેકાના ભાવે ખરીદીની યોજનાને વધુ વ્યાપક બનાવી છે. ગત એક દાયકામાં થયેલી ખરીદીના આંકડા જ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
? મુખ્ય આંકડા એક નજરે ?
?? છેલ્લા ૧૦ વર્ષમાં ટેકાના ભાવે ખરીદી : ?૬૫,૫૭૦ કરોડ
?? કુલ ખરીદાયેલ ઉપજ : ૧.૦૫ કરોડ મેટ્રિક ટન
?? લાભાર્થી ખેડૂતો : ૪૮.૯૮ લાખથી વધુ
?? મગફળી ખરીદી : ?૩૧,૯૪૧ કરોડ
?? કપાસ ખરીદી : ?૧૭,૭૫૯ કરોડ
?? વાર્ષિક લાભાર્થી ખેડૂતો : ૨ લાખથી વધીને ૧૪ લાખ
?? ખરીદીના મૂલ્યમાં વધારો : ૧૩ ગણો
?? સ્જીઁમાં વધારો : ૫૪% થી ૧૨૭% સુધી
મગફળી અને કપાસના ખેડૂતોને સૌથી વધુ ફાયદો
ગુજરાતની કૃષિ અર્થવ્યવસ્થામાં મગફળી અને કપાસનું વિશેષ મહત્વ છે. છેલ્લા દસ વર્ષમાં રાજ્યમાંથી ૫૨.૪૮ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરીને ખેડૂતોને ?૩૧,૯૪૧ કરોડની ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે કપાસના વૈશ્વિક ભાવમાં ઘટાડાના સમયમાં પણ સરકાર દ્વારા ૨૫.૨૩ લાખ મેટ્રિક ટન કપાસની ખરીદી કરીને ખેડૂતોને ?૧૭,૭૫૯ કરોડનું રક્ષણ કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
ચણા અને તુવેરના ખેડૂતોને પણ મોટો લાભ
રવિ પાકના મુખ્ય આધાર ગણાતા ચણાની ૧૬.૮૧ લાખ મેટ્રિક ટન ખરીદી સામે ખેડૂતોને ?૯,૫૪૯ કરોડ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના મહત્વના પાક તુવેરની ૪.૯૭ લાખ મેટ્રિક ટન ખરીદી કરીને ?૩,૨૨૨ કરોડનું વળતર આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાયડો, સોયાબીન, અડદ અને મગ જેવા પાકોની ખરીદીથી પણ હજારો નાના અને સીમાંત ખેડૂતોને સીધો લાભ મળ્યો છે.
૧૦ વર્ષમાં ૭ ગણો વધારો
વર્ષ ૨૦૧૬-૧૭માં માત્ર ૨.૦૧ લાખ ખેડૂતો પાસેથી ?૧,૭૭૫ કરોડની ખરીદી થઈ હતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૪ લાખથી વધુ ખેડૂતો પાસેથી ?૨૩,૮૦૦ કરોડ મૂલ્યની ૩૨.૫૪ લાખ મેટ્રિક ટન ઉપજ ખરીદવામાં આવી છે. ખેડૂતોની સંખ્યામાં ૭ ગણો અને ખરીદીના મૂલ્યમાં ૧૩ ગણો વધારો આ યોજનાની સફળતાનો પુરાવો માનવામાં આવે છે.
વાવેતર પહેલાં જ જાહેર થાય છે ટેકાના ભાવ
ખેડૂતોને પાક આયોજનમાં મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હવે સ્જીઁની જાહેરાત વાવેતર પહેલાં જ કરવામાં આવે છે. કૃષિ ખર્ચ અને ભાવ પંચ (ઝ્રછઝ્રઁ) દ્વારા બિયારણ, ખાતર, વીજળી, ડીઝલ અને મજૂરી સહિતના ખર્ચનો અભ્યાસ કરીને ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે.
સરકાર દ્વારા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર આશરે ૫૦ ટકા નફો મળી રહે તે રીતે સ્જીઁ નક્કી કરવામાં આવે છે.
ડ્ઢમ્થી વધી પારદર્શિતા
ખરીદી પ્રક્રિયામાં ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતોને મોટો ફાયદો થયો છે. ડ્ઢમ્ (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા ચૂકવણી સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થતી હોવાથી વચેટિયાઓની ભૂમિકા ઘટી છે અને પારદર્શિતા વધી છે.
ઓનલાઈન નોંધણી અને જીસ્જી આધારિત વ્યવસ્થાના કારણે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પણ ઘટી છે.
સ્જીઁમાં નોંધપાત્ર વધારો
છેલ્લા દાયકામાં વિવિધ પાકોના ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય ડાંગરમાં ૬૧ ટકા, ઘઉંમાં ૫૯ ટકા, બાજરીમાં ૧૦૮ ટકા, હાઈબ્રિડ જુવારમાં ૧૨૭ ટકા અને મગફળીમાં ૧૦૨ ટકા વધારો નોંધાયો છે. કપાસના સ્જીઁમાં પણ ૯૯ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
ખેડૂતોના મતે ટેકાના ભાવે ખરીદી અને સમયસર મળતી ચૂકવણીના કારણે ખેતી ક્ષેત્રમાં વિશ્વાસ વધ્યો છે અને ગ્રામ્ય અર્થતંત્રને નવી મજબૂતી મળી છે.
