રાજકોટ સરધાર તરફ જતા હાઇવે ઉપરથી વિદેશી દારૂની બોટલોનો મુદ્દામાલ પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ.
રાજકોટમાં પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જયરાજભાઈ કોટીલા તથા ધારાભાઈ વાનરીયા નાઓને મળેલ સંયુક્ત હક્કિત આધારે રાજકોટ ભાવનગર હાઇ-વે રાજસમઢિયાળા ગામથી સરધાર તરફ જતા થોડે દુર હાઇ-વે ઉપરથી થાર કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મહિન્દ્રા થાર રોક્ષ કાર રજી.નં.GJ-03-PJ-9423 નો અજાણ્યો ચાલક કુલ કિ.1166320 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


