લાલપુરની ૧૪ નંબરની જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા બનેલા વર્ષાબેન તૃષારભાઈ માકડિયાની જામનગર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ નિમણૂક બાદ લાલપુર પંથકમાં તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ વર્ષાબેનની મુલાકાત લઈ તેમને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.

ત્યારબાદ વર્ષાબેન માકડિયાએ જામનગર જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પોતાની ઓફિસમાં વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે તેમને મળેલી આ નવી જવાબદારીને કારણે લાલપુર વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો.

