જામનગરમાં હિન્દુ સેના દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૧૦ ઓગસ્ટના રોજ હિન્દુ સેનાએ 15 વર્ષ પૂર્ણ કરી ૧૬મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. આ નિમિત્તે ‘આસુરી શક્તિ’ના નાશ માટે ભૈરવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યજ્ઞ જામનગરના શ્રી રઘુવંશી હનુમાનજી મંદિર, જેને ‘કરોડપતિ હનુમાનજી મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં યોજાયો હતો. હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ અને સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદનની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. કર્મકાંડી કપિલ મેરેજના માર્ગદર્શન હેઠળ ચિરાગ ભટ્ટ અને મંદિરના પૂજારી કિશોર ભગતે યજ્ઞની વિધિઓ સંપન્ન કરાવી હતી. યજ્ઞના યજમાન મનોજ સાઈ હતા.

આ યજ્ઞમાં હિન્દુ સેનાના અનેક સૈનિકો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોષાધ્યક્ષ વીરજીભાઈ વિશાવાડીયા, યુવા ઉપપ્રમુખ હિરેન ચંદન, મંથન અઘેરા, ઓમ ભાનુશાળી, સંગઠન મંત્રી વિવેક જાખરીયા, યુવા પ્રભારી કિશન નંદા, અજય પરમાર, જયેશ રાંદલપરા, મંથન પારેખ અને કુમાર ચાવડા સહિતના સભ્યોનો સમાવેશ થાય છે.
હિન્દુ સેનાના સૈનિકોએ તેમના ૧૬મા સ્થાપના દિવસ નિમિત્તે યજ્ઞ સાથે ‘આસુરી શક્તિ’ના નાશ માટે પ્રાર્થના પણ કરી હતી. સંગઠનનું માનવું છે કે દેશમાં ‘લવ જેહાદ’, ‘લેન્ડ જેહાદ’ અને આતંકવાદ જેવા પરિબળો હિન્દુ સનાતન ધર્મને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેની સામે હિન્દુ સેના સંઘર્ષ કરી રહી છે.

