National

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ; અનેક વિસ્તારમાં ઝડપી પવન પણ ફૂંકાયો

અમદાવાદમાં શુક્રવારે સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.અમદાવાદમાં સાઉથ બોપલ, સેલા, બોપલ, એસજી હાઇવે, પ્રહલાદ નગર, સરખેજ, વટવાના, નારોલ, જમાલપુર ગોમતીપુર બાપુનગર વાડજ, શાહીબાગ, ઇન્કમટેક્સ સરસપુર રખિયાલ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.

અમદાવાદમાં સવારે વરસેલા ભારે વરસાદથી મ્ઇ્જીની બસ સેવા પ્રભાવિત થઈ છે. કેટલાક રૂટ પરની બસ સેવાઓ થોડા કલાકો માટે સાવચેતીના ભાગરૂપે બંધ રાખવાની સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી જેમાં આરટીઓ સર્કલથી મણીનગર, એસ પી રિંગ રોડથી એલડી એન્જિ. કોલેજ, રબારી કોલોનીથી આરટીઓ સર્કલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરભરમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે તે માટે,સાબરમતી નદી પરના વાસણા બેરેજના ૧૪ દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી હેઠવાસમાં ૧૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં સાઉથ બોપલ, સેલા, બોપલ, એસજી હાઇવે, પ્રહલાદ નગર, સરખેજ, વટવાના, નારોલ, જમાલપુર ગોમતીપુર બાપુનગર વાડજ, શાહીબાગ, ઇન્કમટેક્સ સરસપુર રખિયાલ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.

અમદાવાદ શહેરના નવા વિકસતા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. અમદાવાદના જગતપુર, ત્રાગડ અને ગોતા વિસ્તારમાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ જવા પામ્યા છે. ધોધમાર વરસાદથી જગતપુર, ત્રાગડ અને ગોતાના અનેક સોસાયટી, ફ્લેટના દરવાજા સુધી પાણી ભરાયા છે. ગોદરેજ ગાર્ડન સિટીની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે પરેશાન થયા છે.