Gujarat

કોંગ્રેસના સ્થાપના દિવસે સુરતમાં કોંગ્રેસનો ઝંડો માંડ માંડ ફરક્યો

સુરત
સુરત શહેર કોંગ્રેસ જૂની કાર્યાલય ખાતે આજે સેવા દળના કાર્યકર્તાઓ દ્વારા ધ્વજવંદન કરવાનો કાર્યક્રમ હતો.પરંતુ કોંગ્રેસ કાર્યાલય પર ધ્વજ જ ન ફરક્યો. ઉપસ્થિત તમામ લોકો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ ધ્વજ પણ ફરકાવી ન શક્યા તેવી જ સિદ્ધિ સંગઠનમાં પણ દેખાઇ રહી છે. કોંગ્રેસના નેતાઓ યોગ્ય રીતે સંગઠનાત્મક કામગીરી પણ નથી કરી શકતા. કાર્યાલય પર એકત્રિત થયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ મથામણ કર્યા બાદ માંડ-માંડ ધ્વજ ફરકાવી શક્યા હતા. કોંગ્રેસના સ્થાપના દિવસે પણ શહેર કોંગ્રેસની સક્રિયતા દેખાઈ ન હતી.માત્ર સેવાદળના ગણ્યાગાંઠ્‌યા કાર્યકર્તાઓ અને બાદ કરતાં કોંગ્રેસના પ્રથમ શ્રેણીના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસમાં માત્ર ચૂંટણી જાહેર થવાના થોડા દિવસો પહેલા ટિકિટ માટે જ પોતાની સાથે ૨૫ થી ૫૦ કાર્યકર્તાઓ લાવીને કાર્યાલય ખાતે અને મોવડી મંડળ સામે ટિકિટની માંગ કરતા હોય છે. જાે એ પૈકીના અને પણ ટિકિટ ન મળે તો તેઓ પ્રચારમાં પણ દેખાતા નથી. એવી સ્થિતિ સુરત શહેરમાં જાેવા મળે છે. વોર્ડમાં પણ તેમની પાસે કાર્યકર્તાઓ નથી હોતાક્‌ કોંગ્રેસમાં ટિકિટ વાંચ્છુઓનોમાં સૌથી આગળ પડતા રહેતા વરાછા અને કામરેજ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો પણ દેખાયા નહીં. પાટીદાર વિસ્તારમાં સક્રિય એવા કોંગ્રેસના નેતાઓ માત્ર પૈસાના જાેરે પોતાને ટિકિટ મળી જશે તેવી માનસિકતા સાથે ફરી રહ્યા છે. પોતાના ફાર્મ હાઉસ પૂરતા કાર્યક્રમોનું આયોજન કરીને થોડા ઘણા પૈસા ખર્ચ્યા બાદ પક્ષમાં પોતાની સ્થિતિ મજબુત કરવા પૂરતો જ તેમનો જાય છે. સંગઠનમાં કેવા પ્રકારની જરૂરિયાત છે, આ અંગે કોઈ સંગઠનાત્મક કામગીરી થઇ રહી નથી. વરાછા અને કામરેજ વિધાનસભા બેઠકોની અંદર પોતાની સ્થિતિ માત્ર રૂપિયાના જાેરે સ્થિતિ મજબૂત કરી રહ્યા હોય અને ટિકિટ લઈને વિધાનસભાની ચૂંટણી લડશેદિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી કોંગ્રેસનો ઝંડો ફરકાવતી વખતે તેમની માથે પડ્યો હતો અને ક્ષોભમાં મૂકાયા હતાં.તે જ રીતે સુરતમાં પણ સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના સ્થાપ્ના દિવસની ઉજવણીની સ્થિતિ જાેવા મળી હતી. સુરતમાં કોંગ્રેસના ગણ્યા ગાંઠ્‌યા કાર્યકરો અને નેતાઓ સાથે કાર્યાલય પર ઉજવણી કરાઈ હતી. જેમાં ધ્વજવંદન કરતી વખતે માંડ માંડ કોંગ્રેસનો ઝંડો ફરક્યો હતો. જે શહેરમાં નબળાં સંગઠનને પણ ઉજાગર કરે છે. આગામી વિધાનસભા ઇલેક્શનને લઈને રાજકીય પાર્ટીઓ સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે પોતાના પક્ષના સ્થાપ્ના દિવસે પણ કોંગ્રેસના નેતાઓ ન આવતા હોય તો સુરત શહેરના સંગઠનની સ્થિતિ સમજી શકાય છે.

In-Surat-the-Congress-flag-barely-flew.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *