Gujarat

રાજકોટ રામપર બેટી ગામના પાટીયા પાસે હોટલના પાર્કીંગમાંથી ઇંગ્લીશ દારૂ તથા બીયરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ રામપર બેટી ગામના પાટીયા પાસે હોટલના પાર્કીંગમાંથી ઇંગ્લીશ દારૂ તથા બીયરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા, અનીલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા, હરપાલસિંહ જાડેજા ને મળેલ સયુંકત હકીકત આધારે અમદાવાદ રાજકોટ હાઇ-વે રામપર બેટી ગામના પાટીયા પાસે જય ખોડીયાર હોટલના પાર્કીંગમાંથી આઇસર ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂ તથા બીયરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. જયદીપભાઇ નવલભાઈ વ્યાસ ઉ.૨૪ રહે.જશરાજનગર શેરીનં.૧ મવડી ચોકડી રાજકોટ. આઇસર ટ્રક નં.GJ-03-BY-7166 કિ.રૂ.7,00,000 કુલ બોટલ/બીયર નંગ-160 કિ.રૂ.87,444 મળી કુલ કિ.રૂ.7,87,444 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20261015-WA0041.jpg