Gujarat

ધોરણ 10/12 બોર્ડ ની પરિક્ષા માટે મોટીવેશન સેમિનાર નું આયોજન એકલવ્ય મોડેલ સ્કૂલ અંબાજી શાળામાં ખાતે રાખવામાં આવ્યું

 *વિપુલ પ્રજાપતિ સેમિનાર નો મુખ્ય હેતુ – વિદ્યાર્થીઓ હકારાત્મક વિચારો તેમના મનમાં લાવે અને સમય નો સદુપયોગ કરી શકે..*
અંબાજી ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલ અંબાજી શાળામાં આવનાર ધોરણ 10/12 બોર્ડ ની પરિક્ષા માટે મોટીવેશન સેમિનાર નું આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું જેમાં મુખ્ય વક્તા શ્રી વિપુલ પ્રજાપતિ બંસરી કોમ્પ્યુટર ક્લાસ અંબાજી હતા હાલ જોવામાં આવે તો પરિક્ષા જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિદ્યાર્થી ઓ પરિક્ષા ના કારણે બાળકો અંદર ગભરાટ ઉત્પન્ન થાય છે આ સેમિનાર થી વિદ્યાર્થી આનંદ અને ડર વગર થી પરિક્ષા આપી શકે છે અને પોતાનો લક્ષ નક્કી કરી શકે છે તથા હકારાત્મક વિચારો તેમના મનમાં આવે અને સમય નો સદુપયોગ કરી શકે તથા પરિક્ષા ના ડર ને દુર કરી શકે છે
એકલવ્ય મોડેલ સ્કૂલ અંબાજી શાળામાં ખાતે સેમિનાર માં હાજર રહેનાર અને બાળકોને પરીક્ષા કેવી રીતે કરવી જોઈએ અને કઈ રીતે તેમને સરળતાથી યાદ રહી શકે અને ભવિષ્યમાં એ જે પણ ફિલ્ડમાં જાય છે તો તેની તૈયારી કઇ રીતે કરવી જોઇએ તેનું પણ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આયોજનમાં હાજર રહેનાર મુખ્ય વક્તા તરીકે વિપુલ પ્રજાપતિ બંસરી કોમ્પ્યુટર અંબાજી તથા ઉપસ્થિ સ્ટાફ મિત્રો પ્રિન્સિપાલ.. ગિરીશ પટેલ, તથા શીક્ષક ગણ પ્રદીપ પ્રજાપતિ, મોહિત જોશી , આશા પટેલ , ભૂમિકા પ્રજાપતિ અને વિકી ઠાકોર વગેરે હાજર રહ્યા હતા…
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20211230-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *