Gujarat

રાજકોટમાં ઉત્તરાયણ પૂર્વે પતંગના દોરાએ યુવકનો જીવ લીધો

રાજકોટના કુંભારવાડા વિસ્તારમાં પતંગનો દોરો ગળામાં ફસાતા 20 વર્ષીય અતિક રિયાઝભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત 21 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ અતિક પોતાના ઘર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગનો દોરો ગળામાં આવી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી જેનું આજરોજ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં કલપાંત છવાઈ જવા પામ્યો છે.

​ગત તારીખ 21 નવેમ્બરના રોજ અતિક ચૌહાણ પોતાના ઘરે હતો ત્યારે તેના મિત્ર રહીશનો ફોન આવ્યો હતો અને કહ્યું કે પિતાની તબિયત ખરાબ છે જેથી તે પોતાના મિત્રના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી દવા લેવા માટે બાઈક લઈને મિત્રના ઘરે જવા નીકળ્યો હતો.

જોકે, ઘર થી થોડે દૂર શેરીમાં જ બાઈક ચલાવતી વખતે પતંગનો દોરો ગળાના ભાગે ફસાઈ જતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો જેથી તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ​જ્યાં ટૂંકી સારવાર બાદ આજે યુવકનું મોત નીપજ્યું હતું.

​