Gujarat

પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને પ્રભારી સચિવશ્રી નલીન ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે સમીક્ષા બેઠક યોજાઇ

હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છેકોરોનાના  ઓમિક્રોન વેરિયન્ટ સાથે જ સંક્રમણના સ્તરમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધતા સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે પંચાયતશ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જામનગરની પ્રવર્તમાન સ્થિતિ અને આયોજન વિશે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રભારી સચિવશ્રી નલીન ઉપાધ્યાય તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સૌરભ પારધી દ્વારા પણ સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અને પૂર્વ તૈયારી અંગે ચર્ચા વિચારણા કરી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જામનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિશહેર અને ગ્રામ્ય કક્ષાએ કેસોની વિસ્તારવાઇઝ સ્થિતિઓક્સિજનની ઉપલબ્ધતાજરૂરી બેડની ઉપલબ્ધતાકોરોના ટેસ્ટીંગવેક્સીનેશનડૉક્ટરમેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, લોજીસ્ટીકમેનપાવરકંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરહોમ આઇસોલેશનધનવંતરી રથસંજીવની રથ૧૦૮દવાઓની જરૂરીયાતો અને ઉપલબ્ધતાકોવિડ કેર સેન્ટરદર્દીઓ માટે કોલ સેંટર સહિત વિવિધ આનુસાંગીક મુદ્દાઓ જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કેજામનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી હતી. જોકે બીજી લહેરના અનુભવોમાંથી આગોતરી તૈયારીથી સજ્જ થઇ ત્રીજી લહેરમાં કોઇ તૃટીઓ ન રહે તે માટે આયોજન અંગે બેઠક યોજવામાં આવી હતી. ધન્વંતરી રથ અને સંજીવની રથ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે તેની કામગીરીનો વિસ્તાર કરવા અંગે પણ સુચનાઓ આપવામાં આવી છે. આગામી સમયમાં તાલુકા દીઠ એક ક્લાસ વન અધિકારીને નોડલ તરીકે નિમણૂંક કરી ગ્રામ્ય સ્તરે પણ વધુ મજબૂત આરોગ્ય સેવાઓ અને કોરોના સંક્રમણની અટકાયત કામગીરી કરવામાં આવનાર છે.

મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જામનગર જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ન લેવા અને માસ્કસોશિયલ ડિસ્ટંસ અને સેનિટાઇઝેશનનો ખાસ ખ્યાલ રાખવા અનુરોધ કર્યો હતો સાથે જ મંત્રીશ્રીએ લોકોને કોરોનાના લક્ષણો જણાતા તત્કાલ ટેસ્ટ કરાવવા અને પૂરતી તકેદારી રાખવા અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ કમિશનરશ્રી વિજય ખરાડી, અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડ્યા, ડીઆરડીએ નિયામક શ્રી રાયજાદાપ્રાંત અધિકારીશ્રીઓનાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીશ્રી. એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડિનશ્રી નંદિની દેસાઇ, જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી દિપક તિવારી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીએમઓએચશ્રી જે.એમ.સી સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.  

દિવ્યા ત્રિવેદી                     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *