Gujarat

છેલ્લા ઘણા સમયથી કોડીનાર અને ગીર સોમનાથ જિલ્લામાં સગીરા અપહરણની અને દુષ્કર્મની ઘટનાઓ

કોડીનાર અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જે ઘટનાઓ આકાર લીધો છે અને વધતી જતિ બળાત્કાર અને દુષ્કર્મ ની ઘટનાઓ તેમજ હત્યાની ઘટનાઓ એ કાયદા અને વ્યવસ્થા કરતા પણ ખાતાની નીતિમતા ઉપર સવાલો ઉભા કરે છે.  કોડીનાર શહેર અને તાલુકામાં જે થોડા સમય પહેલા ક્રૂર હત્યા કરવામાં આવી તેમજ સગીરની સાથે બળાત્કાર અને દુષ્કર્મ ની ઘટના બની હતી જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડયા હતા અને આમ છતાં આ બાબતે કોઈ નક્કર પરિણામો જોવા મળ્યા નથી. આ બધી જ બાબતોમાં આપણે માનવતા અને માનવીય દ્રષ્ટિકોણથી વિચારવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. આ બધી જ બાબતોમાં લોકો રક્ષણ માટે જેના પર સૌથી વધારે વિશ્વાસ ધરાવે છે તે પોલીસની ભૂમિકા, જે માનવીય વ્યવસ્થામાં લોકો રહે છે તે સમાજની ભૂમિકા, જેની જવાબદારી છે લોકોની સુખકારી અને સમસ્યા બાબતે વિચારવાનું તેની ભૂમિકા રાજકીય અને અન્ય સંસ્થાઓની ભૂમિકા અને તેના વલણો તેમજ વ્યવહારોમાં જે ફેરફાર થયો છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ ઘટના સમાજ અને પરિવાર જીવન ઉપર એક કલંક કથા સમાન છે. આ ઘટનામાં કોઈ પણ ઇસમો ના નામ જાહેર કરવામાં આવ્યા નથી પણ આ દયનીય પરિસ્થિતિ બાબતે કોઈ નક્કર ઉકેલ આવશે કે કેમ તે જોવુ રહ્યુ.  તા. ૩૦ / ૧૨ / ૨૦૨૧ ના રોજ એક મહિલા જાતે કારડીયા રાજપુત ઉવ ૪૮ ધંધો ખેતી તથા ઘરકામ રહે હરમડીયા ઠવાસવાળીસીમ, હરમડીયા, તા.ગીરગઢડા, જી.ગીર સોમનાથ રૂબરૂમા કોડીનાર પોલીસ સ્ટેશનમા આવી જાહેર કરી ફરીયાદ હકીકત લખાવી છે કે, હું ઉપર બતાવેલ સ્થળે મારા પરીવાર સાથે રહુ છુ અને ઘરકામ તથા ખેતી કામ કરૂ છું અને મારા ઘરવાળા ખેતીકામ કરે છે અને મારે સંતાનમા ત્રણ દિકરી અને એક દિકરો છે ને અમારે હરમડીયા ગામે વાસાવાળી સીમમા આશરે અગ્યારેક વિધા ખેતીની જમીન આવેલ છે તેમા ખેતીકામ કરીએ છીએ અને અમારે વાડીએ પણ મકાન આવેલ હોય જેથી અમો વાડીએ પણ રહીએ છીએ તેમજ ગામમા પણ મકાન આવેલ છે ત્યા પણ રહીએ છીએ અને મારી મોટી દિકરીની સગાઇ પ્રશ્નાવડા ગામે થયેલ છે તેમજ તેનાથી નાની દિકરીની સગાઇ વડળા ગામે થયેલ છે. ભોગ બનનાર દીકરીની જન્મ તા .૨૯ / ૦૧ / ૨૦૦૪ ની છે. ગઇ તા .૨૫ / ૧૨ / ૨૦૧૧ ના રોજ સાંજના સાડા પાચેક વાગ્યાના અરશામા હુ તથા મારા ઘરવાળા તથા મારી દિકરી એમ અમો અમારી વાડીએ હતા અને મારી દિકરીના કાનમા દુખાવો થતો હોય જેથી અમારા શેઢા પાડોશી સાથે મોટર સાયકલમાં બેસાડી હરમડીયા ગામે અમારા ઘરે મોકલી આપેલ હતી અને બીજા દિવસે એટલે કે તા .૨૬ / ૧૨ / ૨૦૨૧ ના રોજ સવારના નવેક વાગયે હુ વાડીએથી ગામમાં આવેલ ત્યારે મારી ત્રણ દિકરીઓ અમારા ઘરે જ હતી અને મારી એક દિકરીને કાનમા દુખાવો થતો હોય જેથી દશેક વાગયે હુ તથા મારી દીકરી રીક્ષામા બેસી ગીર ગઢડા ગયેલ હતા અને ત્યાથી ઉના ગયેલ અને ત્યા ઉનાના ડો. ને દેખાડી સાંજના પાંચેક વાગ્યે હરમડીયા ગામે આવેલ હતા અને ત્યારબાદ હું અમારી વાડીએ જતી રહેલ હતી અને મારી દિકરીઓ ગામમા અમારા ઘરે રોકાયેલ હતા અને બીજા દિવસે એટલે કે ગઇ તા ૨૭/૧૨/૨૦૨૧ ના વહેલી સવારના આઠેક વાગ્યે મારી એક દિકરીનો મારા મોબાઇલમાં ફોન આવેલ અને વાત કરેલ કે ભોગ બનનાર દીકરી રાતના એકાદ વાગ્યા સુધી જાગતી હતી અને ત્યારબાદ અમો સુઇ ગયેલ હતા અને સવારના સાતેક વાગ્યે જાગેલ તો મારી દીકરી ધરે જોવામાં આવેલ નહી તો વાડીએ આવેલ છે તેમ કહેતા મેં ના પાડેલ કે વાડીએ આવેલ નથી જેથી મેં મારા માવતરનું ગામ રંગપુર ગામે મારા ભાઇને ફોન કરી  દીકરી ધરેથી કયાક જતી રહેલ છે ત્યા આવી છે તેમ વાત કરતા મારા ભાઇએ કહેલ કે અહીંયા આવેલ નથી જેથી અમોએ મારી દિકરીની અમારા સગા સબંધીઓમાં તથા અમારા ગામમાં શોધખોળ કરેલ પરંતુ મારી દિકરી મળી આવેલ નથી અને આજથી દોઢ બે વર્ષ પહેલા મારી દીકરીને અમારા ગામના મુસ્લીમ યુવક સાથે મોબાઇલ ફોન પર વાતચીત કરતા પકડેલ હોય જેથી મારા દિયરએ આ મુસ્લીમ યુવકની ગામમાં તપાસ કરતા તે તેના ધરે જ હોય તેમજ જેથી અમારા મોબાઇલ ફોનના કોલ હીસ્ટ્રીની કનકભાઇ મોહનભાઇ કાછેલા પાસે તપાસ કરાવતા તેમા અમારા ગામના મુસ્લીમ યુવાન અલ્તાફએ ગઇ તા. ૧૨/૧૨/૨૦૨૧ તથા તા .૨૫ / ૧૨ / ૨૦૧ તથા તા ૨૬/૧૨/૨૦૨૧ ના રોજ વાતચીત કરેલ હોવાનુ જણાયેલ જેથી આ અલ્તાફને દીકરી બાબતે પુછતા અલ્તાફએ કહેલ કે મારે તમારી દીકરી સાથે ઓળખાણ હતી પરંતુ તમારી દીકરી કયા જતી રહેલ હશે તેની મને ખબર નથી અને મારી દિકરીની અમો આજ દિન સુધી તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી મારી દિકરીને કોઇ અજાણયા ઇસમ કોઇ પણ કારણસર ભગાડી ગયેલ હોય જેથી આજ રોજ હુ તથા મારા દિયર તથા તેના મિત્ર સાથે ફરીયાદ કરવા આવેલ છીએ અને આ મારી દિકરી વાને ઉજળી અને પાતળા બાંધાની છે અને ઉંચાઇ પોણા પાંચ ફુટની આસ પાસ જેટલી છે તેમણે શરીરે સફેદ ગુલાબી ટીસ્ટ સફેદ કલરની હેરમ અને ક્રિમ કલરનો કોટ પેહરેલ હતી અને તેના જન્મ પ્રમાણપત્ર આધારે ફાલ તેની ઉંમર ૧૭ વર્ષ ૧૧ માસની છે જેની ઝેરોક્ષ નકલ રજુ કરુ છું. કોઇ પણ કારણસર તો મારી સગીરવયની દિકરીની ઉ.વ .૧૭ વર્ષ ૧૧ માસ રહે . હરમડીયા તા ગીર ગઢડા વાળીને કોઇ અજાણ્યો ઇસમ ભગાડી લઇ ગયેલ હોય જેથી અજાણ્યા ઇસમ વિરૂધ્ધ કાયદેસર થવા મારી ફરીયાદ છે એટલી મારી ફરિયાદ હક્કિત છે જે મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય જે મારા દિયરની હાજરીમાં મને વાંચી સંભળાવતા આ નીચે મે મારા જમણા હાથનાઅગુંઠાનું નિશાન કરી આપુ છું તેમજ રૂબરૂ એસ.એન.ચુડાસમા  ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સામાજિક બદીઓ એ ખરેખર એક વિચારણીય બાબત છે.
*રિપોર્ટર અબ્બાસ તકિ નકવી
Attachments area

IMG-20220108-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *