Gujarat

યાત્રાધામ અંબાજી ખાતે સાધુ સમાજની માંગ છે માનસરોવર ધૂણી પર અમને પૂજા-અર્ચના કરવા મળે

*છેલ્લા કેટલાક વર્ષોથી આ ધૂણી વાળી જગ્યા પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ નો કબ્જો છે.*
 જગવિખ્યાત અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ ધામ રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર વસેલું છે. અંબાજી 51 શક્તિપીઠમાં અનેરૂ મહત્વ ધરાવે છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સોનાના કળશ લાગેલા છે. આ મંદિરનો વહીવટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક ચાલી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અંબાજી મંદિર ના ચેરમેન તરીકે હોદ્દો સંભાળે છે જ્યારે ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી અંબાજી મંદિરના વહીવટદાર તરીકે કામગીરી કરી રહ્યા છે. ચોક્કસપણે વાત કરવામાં આવે તો અંબાજીમાં માન સરોવર ની સામે 90 થી 100 વર્ષ કરતા જુની ધૂણી આવેલી છે આ મંદિર ઉપર મહંત છોટુગીરી મહારાજ બાબરી કરાવવા આવતા લોકોને આશીર્વાદ અને ઉજાણી નાખતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી આ ધૂણી વાળી જગ્યા પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ નો કબ્જો છે. 6 જાન્યુઆરીના રોજ માન સરોવર ધૂણી ખાતે છોટુ ગીરી મહારાજ અને તેમના અનુયાયી સાધુઓ અચાનક આવી મંદીર બહાર બેસી ન્યાય મળે તે માટે 6 જાન્યુઆરીથી અહી બેસેલા છે.
       સાધુ સમાજની માંગ છે કે આ ધૂણી પર અમને પૂજા-અર્ચના કરવા મળે તે માટે અમો આવ્યાં છીએ. અંબાજીના ઘણા લોકો આ ધૂણી  પર ઉજણી નખાવા પણ જતા હતા.  બાબતે યોગ્ય નિકાલ લાવી સાધુ સમાજની માંગ સ્વીકારે તેવી માંગ ઉઠી છે.
@@ *વિજયપૂરી  મહારાજએ ૬ તારીખ થી અન્નનો ત્યાગ કર્યો છે* @@
6 જાન્યુઆરીથી અહીં ધૂણીની બહાર બેઠેલા બિજયપુરી મહારાજ એ જણાવ્યું હતું કે અમે શાંતિથી અહીં ન્યાય માટે બેઠા છીએ અને મેં 6 જાન્યુઆરીથી અન્નનો ત્યાગ કરેલ છે
*સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે લગભગ 1952 ની ગ્રામ પંચાયત આકારણી માં પણ આ ધૂણી બોલે છે*
આ ધૂણી ઉમરેઠ વાળા ની ધર્મશાળા નો ભાગ છે લગભગ 1952 ની ગ્રામ પંચાયત આકારણી માં પણ આ ધૂણી બોલે છે ઉમરેઠ વાળી ધર્મશાળા ખંડેર અને બિન ઉપયોગી બની જવા થી સાંભળવા મુજબ આ ધર્મશાળા ના ટ્રસ્ટી ઓ એ આ ધર્મશાળા અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ ને દાન માં આપી છે એ પછી અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ નો  કબ્જો છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *