Gujarat

રાજકોટની મારવાડી કોલેજના ૧૦ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા કોલેજ બંધ કરાઈ

રાજકોટ
રાજકોટની ભાગોળે આવેલી મારવાડી કોલેજમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ૧૦ બાળકો બે દિવસમાં પોઝિટિવ આવ્યા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તેમના માતા-પિતા કોલેજ આવીને હોમ આઈસોલેશન માટે ઘરે લઈ જવા પણ આવ્યા હતા અને તમામને અલગ અલગ જિલ્લામાં લઈ જવાયા છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ શાહે જણાવ્યું હતું. જાેકે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ત્યાં એક સપ્તાહમાં માંડ ૪ જ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા બીજા કોઇ પણ પોઝિટિવ આવ્યા નથી. કોરોનાની પ્રથમ લહેરમાં બીપી, ડાયાબિટીસ, માસ્ક સેનિટાઈઝર તો બીજી લહેરમાં ટેમિફલૂ, ઓક્સોમીટર, રેમડેસિવીર ઈન્જેક્શન સહિત મેડિકલ સાધનોની ડિમાન્ડ વધી હતી. જાેકે અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ આમ છતાં હજુ દવાની આડેધડ ખરીદી થતી નથી. એટલે સંગ્રહખોરી અટકી છે. જાેકે અત્યારે એન્ટિબાયોટિક દવાની ખરીદીમાં ૧૫ ટકાનો વધારો થયો હોવાનું સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મયૂરસિંહ જાડેજા જણાવે છે. ત્રીજી લહેરના અનુસંધાને લોકો તરફથી આવતી દવાની જરૂરિયાતને પહોંચી શકાય તે માટે હાલ દરેક મેડિકલમાં દોઢ ગણો સ્ટોક રાખવામાં આવ્યો છે હાલમાં માસ્કની ડિમાન્ડ જાેવા મળે છે જ્યારે સેનિટાઈઝર અને ઓક્સોમીટર તેમજ ટેમ્પરેચર ગનની ડિમાન્ડ નહીંવત છે. મારવાડી યુનિવર્સિટીમાં ૧૦ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી કોરોનાના વધતા કેસોને લઇને ૧૭ જાન્યુઆરી સુધી મેનેજમેન્ટ ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો ર્નિણય લીધો છે. યુનિવર્સિટીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા ર્નિણય લેવામાં આવ્યો છે. તેમજ યુનિવર્સિટીનું એક બિલ્ડીંગ કન્ટેન્મેન્ટ ઝોનમાં ધકેલી દેવામાં આવ્યું છે. પરીક્ષાની તારીખો ૧૩ જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. રાજકોટ શહેરમાં કોરોનાના કેસની ઝડપ વધી રહી છે. શનિવારે ૨૦૩ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. ૩૧ ડિસેમ્બરે ૨૧ કેસ નોંધાયા હતા. જેની સામે ગઇકાલે કેસની સંખ્યામાં ૯૦૦ ટકાથી વધુનો વધારો થયો છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા ૭૩૦ થઈ છે અને કુલ કેસ ૪૩૭૯૭ થયા છે. એન્ટિબાયોટિક દવાની ખરીદીમાં ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. તેમજ દરેક મેડિકલમાં દોઢ ગણો સ્ટોક રાખવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસનો આંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. હાલ રાજકોટ શહેરમાં ૭૩૦ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની સામે રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે, માત્ર ૫ દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે બાકીના તમામ દર્દીઓ હોમ આઇસોલેટ થયા છે. હાલમાં શહેરમાં ૩૨૭ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. પોઝિટિવ રેશિયો ૨.૭૦ ટકા પહોંચ્યો છે.

Marwadi-University.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *