Delhi

ઈમરાન ખાન તમારી પાસે સિદ્ધુ છે અમારી પાસે વિકસતી અર્થવ્યવસ્થા ઃ રાજીવ ચંદ્રશેખર

નવીદિલ્હી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે ઈસ્લામાબાદમાં ઈન્ટરનેશનલ ચેમ્બર્સ સમિટ ૨૦૨૨નું ઉદ્‌ઘાટન કર્યું. રિપોર્ટ અનુસાર, આ દરમિયાન ઈમરાન ખાને કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા જ્યારે તેમની સરકારને સત્તા મળી ત્યારે તેમની સામે ઘણા પડકારો હતા. રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાને કહ્યું હતું કે આ ત્રણ વર્ષમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં ભારત સહિત ઘણા દેશોની સરખામણીમાં સુધારો થયો છે. કાર્યક્રમમાં ઈમરાન ખાને કહ્યું હતું કે વિપક્ષ દ્વારા પાકિસ્તાનને દુનિયાના ગરીબ દેશોમાં સામેલ કરવું અસંગત છે. તેમની સરકારે પાકિસ્તાનને અનેક સંકટમાંથી બચાવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશની મોટી વસ્તી આ દિવસોમાં વધતી મોંઘવારીથી પરેશાન છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ વધતી મોંઘવારીને લઈને ઈમરાન ખાન સરકાર પર પ્રહારો કરી રહી છે. હકીકતમાં પાકિસ્તાન સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની ભલામણો લાગુ કરી છે. આ સાથે મિની બજેટનો અમલ થવા જઈ રહ્યો છે. જેના કારણે અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાનો છે. ભૂતકાળમાં પાકિસ્તાન સરકારના ઘણા ર્નિણયોને કારણે, ઘણી વસ્તુઓની કિંમતોમાં વધારો થયો છે. પાકિસ્તાન સરકારના આ ર્નિણયો બાદ જ્યાં સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે ત્યારે વિપક્ષી પાર્ટીઓ સતત ઈમરાન ખાન સરકાર પર પ્રહારો કરી રહી છે. જે અંતર્ગત વિપક્ષી પાર્ટીઓએ ઈમરાન ખાનના રાજીનામાની માંગ કરી છે. ઈમરાન ખાનને ટોણો મારતા બુધવારે રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા આપવામાં આવેલા નિવેદનથી પંજાબનું રાજકારણ ગરમાઈ શકે છે. વાસ્તવમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં નવજાેત સિંહ સિદ્ધુ પંજાબ કોંગ્રેસના પ્રમુખની ભૂમિકામાં છે. આ પહેલા પણ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન વિશે ઘણી વખત નિવેદન આપી ચુક્યા છે. જે બાદ ભાજપે તેમને ઘેરી લીધા હતા. આવી સ્થિતિમાં જાે સિદ્ધુ રાજીવ ચંદ્રશેખરના નિવેદન પર પલટવાર કરે છે તો પંજાબનું રાજકારણ ગરમાય તે નિશ્ચિત છે.ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે બુધવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર આકરા પ્રહારો કર્યા હતા. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને મંગળવારે કહ્યું હતું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની સ્થિતિ ભારતની તુલનામાં સારી છે, આનો જવાબ આપતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પાક પીએમ પર કટાક્ષ કર્યો અને કહ્યું, “હા કારણ કે તમારી પાસે સિદ્ધુ છે અને અમારી પાસે માત્ર ઝડપથી વિકસતું અર્થતંત્ર, યુનિકો અને એફડીઆઈ છે.

Imram-khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *