છોટાઉદેપુર જિલ્લા સેવાસદનના સન્કલન હોલ ખાતે આજરોજ બારમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી હતી. જે દરમિયાન રાજ્ય કક્ષાએ થઈ રહેલી ઉજવણીમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા,
તે દરમિયાન રાજ્યના ત્રણ જિલ્લાઓ કે જેઓ એ ચૂંટણીલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેમાં છોટાઉદેપુર જીલ્લાનો પણ સમાવેશ હોવાની જાહેરાત થતાં સમગ્ર સંકલન હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠયો હતો.આ સાથે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે પણ હર્ષની લાગણી સાથે સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સાથે 12 માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સીનીયર સીટીઝન મતદાતાઓ યુવા મતદાતાઓ તેમજ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બજાવનારા કર્મચારીઓને પણ જિલ્લા કલેકટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કેમ્પસ એમ્બેસેડર્સ ને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


