મુંબઈ
સલમાન ખાને શહેનાઝની નિર્દોષતા સાંભળીને તેને ગળે લગાવી. ત્યારે સલમાને તેના વખાણ કરતા કહ્યું કે તે ખૂબ જ સ્વીટ છે, આ સાંભળીને શહનાઝ ઘણી ખુશ થઈ ગઈ.તાજેતરમાં કેટરીના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે. વિકી કૌશલ પંજાબી છે, આવી સ્થિતિમાં શહનાઝ ગિલે તાજેતરમાં કેટરિના વિશે કહ્યું હતું કે, હવે કેટરિના પંજાબની બની ગઈ છે. તમને જણાવી દઈએ કે, શહનાઝને શો બિગ બોસ સાજન ૧૩માં સિદ્ધાર્થ શુક્લા સાથે ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. શોમાં સિદ્ધાર્થ અને સના વચ્ચે અતૂટ બંધન હતું, બંનેની મિત્રતા એટલી ગાઢ હતી કે બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા પછી પણ શહનાઝ અને સિદ્ધાર્થે તેમની મિત્રતા જાળવી રાખી હતી.બિગ બોસ ૧૩ થી ટીવીની દુનિયામાં સફળતા હાંસલ કરનાર અભિનેત્રી શહેનાઝ ગિલનો આજે જન્મદિવસ છે. અભિનેત્રી આજે ૨૯ વર્ષની થઈ ગઈ છે . બહુપ્રતિભાશાળી અભિનેત્રી શહનાઝ ગિલે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૧૫માં એક મ્યુઝિક વીડિયો- ‘શિવ દી કિતાબ’થી કરી હતી. વર્ષ ૨૦૧૭માં અભિનેત્રી પંજાબી ફિલ્મ – ‘સત શ્રી અકાલ ઈંગ્લેન્ડ’ માં જાેવા મળી હતી. આ પછી વર્ષ ૨૦૧૯માં શહનાઝ ગિલ ભારતીય ટેલિવિઝનના રિયાલિટી શો બિગ બોસની સીઝન ૧૩ માં જાેવા મળી હતી. આ શોમાં, તેને તેની હરકતો ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. શહનાઝે શોના પહેલા જ દિવસે પોતાના મસ્તીથી ભરપૂર રંગો બતાવવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે શહનાઝ સુપરસ્ટાર સલમાન ખાનના સ્ટેજ પર આવી ત્યારે અભિનેત્રીએ પોતાનો પંજાબી મસ્તમૌલા અવતાર બતાવીને ચાહકોને ચોંકાવી દીધા હતા. જ્યારે શહનાઝ આવી ત્યારે તેણે સલમાન ખાનને એક વાત કહી હતી, તેણે કહ્યું હતું કે, લોકો શહનાઝને ‘પંજાબની કેટરિના’ કહે છે. શહેનાઝની આ વાત પર સલમાન ખાન ઘણો હસ્યો હતો, પરંતુ બાદમાં તે શહેનાઝની વાત પર સહમત થઈ ગયો હતો અને શહેનાઝને ‘ખૂબ જ ક્યૂટ’ કહી હતી.
