Gujarat

નડિયાદમાં ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી

નડિયાદ
નડિયાદમાં મરીડા રોડ પર ભૈરવનાથના મંદિરની બાજુમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હોવાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને થઈ હતી. આથી ફાયરબ્રિગેડની ટીમ તુરંત બનાવ સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવા તજવીજ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આશરે ત્રણ જેટલા વોટર બ્રાઉઝરો દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ગોડાઉન પુરેપુરો પતરાના સેડ પર બનેલો હોવાથી આગને કાબુમાં લેવા ફાયર કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવી હતી. આગ વધુ પ્રસરે નહી તે માટે પણ ફાયર કર્મીઓએ ચીવટ રાખી આગને કાબુમાં લીધી હતી. જાેકે મહામુસીબતે આગને કાબુમાં લેવાઈ હતી. આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

A-fierce-fire-in-a-scrap-godown.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *