સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ કેન્દ્ર સરકારનાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા બજેટ સંદર્ભે વિવિધ અગ્રણીઓએ પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલું કેન્દ્રીય બજેટ આત્મનિર્ભર ભારતની વડાપ્રધાનની નેમને સંપૂર્ણપણે સાકાર કરનારું તેમજ ખેડૂતોને ડિજિટલ ઉપકરણો સાથે ખેડૂતોની આવક બમણી કરનારું અને પોસ્ટ ઓફિસમાં એ.ટી.એમ મૂકી સુવિધામાં વધારો કરનારુ બજેટ છે : આમ અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયાએ આ બજેટને આવકાર્યુ છે. તો વળી અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળાએ પણ પોતાના વોઇસ મેસેજમાં વિશેષ કશી ટિપ્પણી કર્યા વગર સીધે સીધું બજેટને આવકાર્યુ છે. તો પૂર્વ અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વેપારી અગ્રણી મહેશભાઈ નગદીયાએ આ બજેટ અંગે જણાવ્યું હતું કે. આ બજેટ રિટેઇલ ક્ષેત્ર માટે નિરાશાજનક , પેન્શનરો માટે પણ નિરાશાજનક, નાના વેપારીઓને અને લઘુ ઉદ્યોગકારો માટે હેલ્થ ઈન્સ્યોરન્સમાં કોઈ જાહેરાત નહીં, યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાત ભુલાઈ ગયી એ બાબતે નિરાશા વ્યક્ત કરી હતી. આમ દેશનો મોટાભાગના વેપાર રીટેઈલ હોય તે અંગે કોઈ વિશેષ ઇન્સેન્ટિવ સરકારશ્રી તરફથી જાહેર નથી થયાં..તો સાવરકુંડલા શહેર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મહેશભાઈ મશરૂએ આ બજેટને સામાન્ય વર્ગ અને નાના વેપારીઓ માટે નિરાશાજનક ગણાવ્યું છે. આમ એકંદરે આ બજેટ અંગે મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યાં છે.
