ધંધુકાના – (રાજકોટ) ના કિશન ભરવાડ ના હત્યા કેસ મામલે રાજકોટ તેમજ સમગ્ર ગુજરાત માં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે ત્યારે એક તરફ કિશન ભરવાડ ના હત્યા ના આરોપી ઓને કડક માં કડક કાર્યવાહી કરી તેમને ફાસી આપવા માં આવે તેવી લોકો માગણી કરી રહ્યા છે
જામ કલ્યાણપુર, દ્રારકા અને ભાણવડમાં રેલીઓ કાઢી ઉગ્ર રોષ સાથે અલગ અલગ જગ્યાએ આવેદન પત્ર આપવામાં આવી રહા છે
ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં VHP બજરંગદળ દ્વારા કિશન ભરવાડ ની હત્યા મામલે જામ કલ્યાણપુર તાલુકાના મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું હતું અને જલ્દી થી જલ્દી કિશન ભરવાડ ની હત્યા ના આરોપી ઓને પકડી અને કડક માં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી
અહેવાલ : વજસી વરવારીયા મોટા આસોટા


