Gujarat

હળવદના રણમલપુરમાં રસી પુરી થઈ જતાં ફાર્માસિસ્ટને મારમાર્યાની ફરિયાદ

હળવદ
રાજ્ય સરકાર આરોગ્ય પરિવાર કલ્યાણ દ્વારા કોરોનાની સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે હળવદ તાલુકામાં અને ગ્રામ્યમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે લોકો રસી માટે આરોગ્ય કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા હોવાની ઘટના હળવદ તાલુકામાં બનવા પામી છે. રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ ઉપર હાજર રહેલા મૂળ ગાંધીનગરના રહેવાસી શૈલેષભાઈ પ્રફુલભાઈ ઝાલા નામના ફાર્માસિસ્ટ પાસે આજ ગામના લોકો બે બાળકોને કોરોના રસી મૂકાવવા માટે આવ્યા હતા. ત્યારે રસી ખલાસ થઈ જતા બે શખ્સએ ફાર્મસિસ્ટ શૈલેષભાઈ ઝાલા સાથે માથાકૂટ કરીને તેમનું સ્વેટર ફાડી નાખીને માથાકૂટ કરતાં આરોગ્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભોગ બનનાર શૈલેષભાઈએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને બે શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

The-pharmacist-was-beaten-when-the-vaccine-ran-out.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *