સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સમગ્ર રધુવંશી સમાજની ઓળખ એવુ નવનિર્મિત રામધામ મંદિર બનવા જઈ રહ્યુ છે. આ રામધામની જગ્યા પર તારીખ ૧૦,૧૧,૧૨, ફેબ્રુઆરીના રામ મહાયજ્ઞનુ આયોજન કરવામા આવેલ છે…તેનુ ભાવ ભર્યુ નિમંત્રણ આપવા આમંત્રણ પત્રિકા ચલાલા લોહાણા મહાજન,શ્રી મુળીમા ચેરીટેબલ ટ્રસ્ટ, જલારામ યુવક મંડળ,સહીત સમગ્ર લોહાણા સમાજ પરીવારને આપવા માટે રધુવંશી સમાજ ” જ્ઞાતી રત્ન” શ્રી જીતુભાઇ સોમાણી પરીવારના સભ્ય શ્રી રાજભાઇ સોમાણી, શ્રી અમિતભાઇ સેજપાલ, જીગ્નેશભાઇ કાનાબાર, ચલાલા લોહાણા મહાજન વાડીમાં આવ્યા હતા ત્યારે ચલાલા લોહાણા મહાજન વતી લોહાણા મહાજનના મંત્રી શ્રી પ્રકાશભાઇ કારીયાએ ઉમળકાભેર સ્વાગત કરી સન્માનિત કરી દિલોજાનથી આવકાર્યા હતા…વાંકાનેરથી આવેલા શ્રી રાજભાઇ સોમાણીએ નવનિર્મિત આકાર પામી રહ્યુ છે તે રામધામની સંપૂર્ણ માહિતી આપી હતી અને રામ યજ્ઞમા સહ પરીવાર સાથે પધારવવાનુ હાર્દિક નિંમત્રણ પાઠવેલ હતુ. આ કાર્યક્રમમાં ચલાલા રધુવંશી સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી લોહાણા મહાજન વતી પ્રકાશભાઈ કારીયાએ ખાત્રી આપી હતી ત્યાર બાદ છેલ્લા ચાલીસ વર્ષથી મુળીમાની જગ્યામાં દર ગુરુવારે જલારામ ધુન ચાલી રહી છે. ત્યાં પુજય જલારામ બાપા અને પુજય મુળીમાના દર્શન કરવા લઈ ગયા હતા. ત્યાં જલારામ સત્સંગ મંડળ દ્વારા ચાલી રહેલ ધુન સાંભળી ઉપસ્થિત મહેમાનો ખુબ પ્રભાવિત બન્યા હતા…નવ નિર્મિત શ્રી રામધામ એટલે રધવંશી સમાજની એકતા, રધુવંશી સમાજનુંગૌરવ, રધુવંશી સમાજની સાચી ઓળખ..એવા ભાવ સાથે સહુ છુટા પડ્યાં હતાં . આ તકે ચલાલા લોહાણા મહાજનનાં પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ સાદ્રાણી,ઉપપ્રમુખ શ્રી પ્રેમજીભાઇ નથવાણી,શ્રી ચીમનભાઈ વિઠલાણી,મંત્રીશ્રી પ્રકાશભાઈ કારીયા, સહમંત્રી શ્રી દિપકભાઇ મકદાણી, શ્રી નવનીતભાઇ નગદીયા,શ્રી રમેશભાઇ ઉનડકટ, શ્રી હષઁદભાઇ ચંદારાણા, શ્રી કમલેશભાઈ વીઠલાણી,શ્રી જયમીનભાઇ ચંદારાણા,શ્રી અંકિતભાઇ ચંદારાણા, શ્રી ધગલભાઇ સેજપાલ, શ્રી વિશાલભાઇ ભીમજીયાણી,શ્રી વિલેશભાઇ સવાણી, શ્રી ગૌરાંગભાઇ કારીયા, શ્રી સાગરભાઇ સેજપાલ, સહીતના રધુવંશી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ભાવ સહીતની લાગણી રજુ કરી હતી એમ પ્રકાશ વી.કારીયા ચલાલાની યાદીમાં જણાવાયું હતું.


