નવીદિલ્હી
તાજેતરમાં ગુજરાતના ૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓ કેનેડામાં ફસાયા છે. તેમણે એડમિશન લીધેલ કોલેજમાં તાળા મારવાની પરિસ્થતિ સર્જાઈ છે. કેનેડાની ત્રણ કોલેજાેને તાજેતરમાં તાળા મરાઇ ચૂક્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને આ બાબતે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. પહેલા અમે મીનિસ્ટ્રીને ફરિયાદ કરી હતી. ભારત સરકાર હોય કે કેનેડિયન સરકાર હોય બંનેનો અહીં હસ્તક્ષેપ જરૂરી છે. હાલમાં આપણે આખા ઇન્ડિયાનાં લગભગ ૨૦૦૦ વિદ્યાર્થીઓની વાત કરી રહ્યા છીએ. કેનેડાની આ ત્રણ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે દોઢ મિલિયન ડોલરનું કૌભાંડ થયું છે. આમાં ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ છે એક જે અહી આવ્યા હોય અને શરૂઆતના સમયમાં ભણી ન શક્યા હોય. અમુક એવા વિદ્યાર્થીઓ છે જેમણે પોતાનું અડધું ભણતર પૂર્ણ કર્યું છે અને તેવા વિદ્યાર્થીઓ માટે કોઈ બીજાે વિકલ્પ નથી. તેઓને બીજી કોલેજમાં એડમિશન લેવું જ પડશે. જેની માટે તેમણે નવી ફી, નવી એડમિશનના પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ વિદ્યાર્થીઓનું અત્યાર સુધી ભણેલું બધું ખરાબ થઈ જવાનું છે. ત્રીજા એવા વિદ્યાર્થીઓ છે જેમણે ફી ભરી દીધી છે પણ તેઓ હજી સુધી ભારતમાં છે અને કેનેડા આવ્યા નથી. ત્રણેય પ્રકારનાં વિદ્યાર્થીઓને હાલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ આખા પ્રકરણમાં કોઈ નાદારી નોંધાવવા જેવી ઘટના બની જ નથી કારણકે આ એક સીધેસીધું કૌભાંડ જ છે. એટલા માટે જ હાલમાં અમે બધા એકબીજા સાથે જાેડાયા છીએ અને રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ મુદ્દે અમે સૌ સરકારની મદદ માંગવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણકે હાલમાં તો બાળકો પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને કાયદાકીય લડત લડી રહ્યા છે. કેનેડાના ક્યુબેક પ્રાંતનાં મોન્ટિરલની ત્રણ કોલેજાેમાં એજન્ટનાં ગોટાળાનો વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે. વલસાડ, સુરત કે અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીને એ નથી ખબર કે કોલેજ કેટલી સાચી છે કારણકે અહીંથી કોલેજની છબી વિશે જાણવું લગભગ અશક્ય છે. અહીં થી કોઈ પણ વ્યક્તિને જાણ કરવી પણ અશક્ય છે. તેનો એક જ રસ્તો છે કે અમારા જેવી કંપની હોય કે કોઈ વિદ્યાર્થીઓના નેટવર્કનો સંપર્ક કરવો જાેઈએ. હાલમાં વિદ્યાર્થીઓ આ કૌભાંડ માંથી નીકળે તેના પ્રયાસો શરુ છે. કોલેજની ઇતિહાસ ન જાણીને એડમિશન લેતા લોકો માટે આંખ ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે
