Delhi

કૃષિમાં રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરાશે ઃ ઉર્જામંત્રી

નવીદિલ્હી
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વધારાના મુખ્ય સચિવો અને ઉર્જા વિભાગોના મુખ્ય સચિવો પણ આ બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં દેશના ઉર્જા બદલાવ લક્ષ્યોને પૂર્ણ કરવામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકની અધ્યક્ષતામાં સિંહે ઊર્જા સંરક્ષણ અને કાર્યક્ષમતા માટે અલગ રાજ્ય-કેન્દ્રીત એજન્સી માટે હાકલ કરી. તેમણે કહ્યું કે દેશની આબોહવા પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે રાજ્ય-કેન્દ્રીત એજન્સીની સ્થાપના જરૂરી છે. ઉર્જા મંત્રીએ કહ્યું કે અર્થતંત્રના સંભવિત ક્ષેત્રોમાં ઉર્જા-કાર્યક્ષમ પગલાં મોટાપાયા પર અપનાવવા પડશે અને આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારા સંકલનની જરૂર પડશે. તેમણે કહ્યું કે આને રાજ્ય-કેન્દ્રીત એજન્સી બનાવીને સુનિશ્ચિત કરી શકાય છે. તેઓએ વધુમાં કહ્યું કે રાજ્યોએ આપેલા લક્ષ્યોને હાંસલ કરવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવો જાેઈએ. કેન્દ્ર સરકાર નવા અને આધુનિક ભારતના નિર્માણની દિશામાં કામ કરી રહી છે અને આ આધુનિક ઉર્જા પ્રણાલી વિના હાંસલ કરી શકાશે નહીં. આ સાથે તેમણે કોમર્શિયલ બિલ્ડીંગોમાં ઈસીબીએસ સ્ટાન્ડર્ડ અને ઘરેલું ઈમારતોમાં ઈકો-રેસિડેન્સ સ્ટાન્ડર્ડ લાગુ કરવાની સલાહ પણ આપી. આર.કે સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ૨૦૨૪ સુધીમાં કૃષિમાં ડીઝલનો ઉપયોગ સમાપ્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ભારત ડીઝલને બદલે રિન્યુએબલ ઊર્જાનો ઉપયોગ કરશે. મીટિંગ દરમિયાન ઉર્જા મંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે વ્યાપારી ઈમારતોએ ઈસીબીએસનું પાલન કરવું જાેઈએ અને ઘરેલું ઈમારતો ઇસીઓ રહેઠાણ હોવી જાેઈએ અને બિલ્ડિંગ પેટા-નિયમોનો ભાગ હોવી જાેઈએ. તેમણે એમ પણ કહ્યું કે વીજળીની સમગ્ર માંગ ઊર્જા સંગ્રહની મદદથી બિન-અશ્મિભૂત ઇંધણ પદ્ધતિઓ દ્વારા પૂરી કરવામાં આવશે. નવેમ્બર ૨૦૨૧માં ગ્લાસગોમાં યોજાયેલી ર્ઝ્રંઁ૨૬ ક્લાઈમેટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ ચેન્જની અસરોને પહોંચી વળવા માટે ભારતના ‘પંચામૃત’ની જાહેરાત કરી હતી. આ પાંચ અમૃત તત્વો નીચે મુજબ છે.ઉર્જા મંત્રી આર.કે સિંહે કહ્યું કે ભારત વર્ષ ૨૦૨૪ સુધીમાં કૃષિ ક્ષેત્રમાં ઝીરો-ડીઝલના ઉપયોગનું લક્ષ્ય હાંસલ કરશે અને ડીઝલને બદલે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. સિંહે ઉર્જા અને નવી અને રિન્યુએબલ એનર્જી મંત્રાલયના અધિકારીઓ સાથેની ‘ઓનલાઈન’ બેઠકમાં જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં ડીઝલને બદલે રિન્યુએબલ એનર્જી સંસાધનોનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે. આ રીતે ભારત વર્ષ ૨૦૨૪ સુધીમાં કૃષિ ક્ષેત્રે શૂન્ય-ડીઝલ વપરાશનું લક્ષ્ય હાંસલ કરશે.

urja-mantri-r-k-singh-krishi-diesel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *